મધરાતે ડ્રોન દેખાતા લોકોમાં ચિંતા:ખેડા જિલ્લાના દેગામ અને ઝારોલ ગામમાં 3 ડ્રોને 5 કલાક ચક્કર લગાવતા સ્થાનિકોમાં કુતુહલ

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામલોકોએ મોડી રાત સુધી પર નજર રાખી, ગત અઠવાડિયે મહેમદાવાદમાં ડ્રોન દેખાયા હતાં

જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રોન દેખાવાની ઘટનાઓએ જોર પકડ્યું છે. થોડા સમય પહેલા મહેમદાવાદમાં ડ્રોન જોવા મળ્યા બાદ દેગામમાં પણ રાત્રીના 3 જેટલા ડ્રોન આકાશમાં ચક્કર લગાવતા જોવા મળતા ગ્રામજનોમાં કુતુહલ જોવા મળ્યું હતું.

જિલ્લાના દેગામ, ઝરોલ અને સલાણી ઇટાવા જેવા વિસ્તારમાં તા.4 જૂનના રોજ રાત્રીના 10 વાગ્યાની આસપાસ ડ્રોન જોવા મળ્યા હતા. ગામના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના ડ્રોન કેમેરા આકાશમાં દેખાતા લોકોમાં ચિંતાનો વિષય બન્યો હતો.

ગામના રહીશ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે ગત રાત્રીના 10 થી 3.30 સુધી ગામમાં 3 જેવા ડ્રોન જોવા મળ્યા હતા. ગામના લોકોએ મોડી રાત સુધી જાગીને ડ્રોન પર નજર રાખી હતી. છતાં ડ્રોન વારંવાર આસપાસના વિસ્તારોમાં ચક્કર મારતા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. થોડા કલાકો બાદ ઝારોલ તરફ જતા ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...