વર્ષો જૂની સમસ્યાનો અંત ક્યારે?:ડાકોરમા ધોધમાર વરસાદી ઝાપટું પડતાં મંદિરના દ્વારે પાણી ભરાયાં, દર વર્ષે આવી સ્થિતિથી યાત્રાળુઓ પરેશાન

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સમસ્યાનો ઉકેલ ન આવતાં દર્શાનાર્થીઓને ભારે હાલાકી
  • પાણી ભરાતાં વાહનો બંધ પડી જતાં ધક્કા મારવાનો વારો આવ્યો

ખેડા જિલ્લામાં રવિવારે છૂટા છવાયા સ્થળોએ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સમી સાંજે જિલ્લાના કેટલાક પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડતા મંદિરના દ્વાર પાસે પાણી ભરાયા હતા.

વરસાદી પાણી ભરાતાં ભક્તોને ન છુટકે આવા પાણીમાંથી પસાર થવું પડ્યું
ડાકોરમાં રવિવારે સમી સાંજે ધોધમાર વરસાદ પડતા પાલિકાના પ્રિમોન્સૂન પ્લાનના લીરેલીરા ઉડ્યા છે. ધોધમાર વરસાદ પડતા ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. જોકે વરસાદ બંધ રહેતા આ પાણી ઓસરી પણ ચૂક્યા હતા. ખાસ કરીને રણછોડરાય મંદિરના દ્વાર પાસે વરસાદી પાણી ભરાતા દર્શનાાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. એક બાજુ સંધ્યા આરતીનો‌ સમય અને બીજી બાજુ વરસાદી પાણી ભરાતાં ભક્તોને ન છુટકે આવા પાણીમાંથી પસાર થઈ મંદિર તરફ કૂચ કરવી પડી હતી. આ ઉપરાંત રવિવાર હોવાથી આજે મંદિરમા દર્શનાર્થીઓની વધુ અવરજવર હતી.

અગાઉથી કોઈ એક્શન પ્લાન ન ઘઢાતા ચોમાસા ટાણે વરસાદી પાણી અહીયા ભરાઈ રહે છે
સામાન્ય વરસાદ પડતા અહીંયા ઘૂંટણ સમાણું પાણી ભરાઈ જાય છે. દર વર્ષે આવી સ્થિતિ જોવા મળે છે. જોકે પાલિકા તંત્ર દ્વારા અગાઉથી કોઈ એક્શન પ્લાન ન ઘઢાતા ચોમાસા ટાણે વરસાદી પાણી અહીયા ભરાઈ રહે છે તેવો આક્ષેપ ડાકોરવાસીઓ કરી રહ્યા છે. જ્યારે શ્રદ્ધાળુઓ ને અહીંયા આવા જવામાં ઘણી હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે સાથે પાણી ભરાતાં વાહનો બંધ પડી જતાં ધક્કા મારવાનો વારો આવ્યો હતો. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા‌ તો છે પણ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...