વિવાદ:બિલોદરામાં કાર હટાવવા જેવી નજીવી બાબતે બે જૂથ બાખડ્યાં : બે ઇજાગ્રસ્ત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ ગ્રામ્ય પોલીસે બંને પક્ષે 10 જણાં સામે મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો

નડિયાદના બિલોદરા ગામે મંગળવારે રાત્રે ગાડી હટાવવા જેવી સામાન્ય બાબતે બે જુથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં બે વ્યક્તિઓને ઇજાઓ થતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ બંને જુથો દ્વારા નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કુલ 10 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બિલોદરા ગામે રહેતા વિક્રમભાઈ સોઢા મંગળવારે રાત્રીના પોતાનું વાહન લઈ ગામમાં નીકળ્યા હતા, ત્યારે પ્રફુલભાઈ પટેલ રસ્તામાં પોતાની ઈકો ગાડી લઈ ઉભા હતા. ત્યારે ગાડી ખસેડવા જેવી બાબતે બંને ઇસમો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા.

લાકડીઓ અને હથીયારો સાથે એકબીજા પર તુટી પડતા બે વ્યક્તિને ઇજા થતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઘટનામાં વિક્રમભાઈ સોઢા તેમજ પ્રફુલભાઈ પટેલની ફરિયાદ લઈ બંને પક્ષના 10 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...