ચેક રીટર્ન કેસમાં સજા:નડિયાદમાં ચેક રીટર્નના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષ કેદ તેમજ 1.90 લાખનો દંડ ફટકાર્યો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નડિયાદ કોર્ટે રૂપિયા 1.90 લાખના ચેક રિટર્ન કેસમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના ગુના હેઠળ આરોપીને એક વર્ષની સાદી કેદ તેમજ દંડ ફટકાર્યો છે.
ચેક રિટર્નની રકમ જેટલો દંડ તથા વળતર ચૂકવવાનો હુકમ
​​​​​​​
નડિયાદ શહેરમા રહેતા વિજયભાઈ રઘુનાથ ચૌધરીના એ તેમની જ સોસાયટીમાં રહેતા તેમના મિત્ર મનીષ રતિલાલ શાહ પાસેથી ધંધાકીય કામે રૂપિયા 1 લાખ 90 હજાર હાથ ઉછીના આપેલા જે પેટે મનીષ રતિલાલ શાહે તેમને ચેક આપેલો જે ચેક વિજયભાઈએ મહારાષ્ટ્ર બેંકમાં રજૂ કરતા આ ચેક અપૂરતા ભંડોળ ના શેર સાથે પરત થયો હતો. જે બાબતે વિજયભાઈએ નડિયાદ કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ કર્યો હતો. જેથી મનીષ રતિલાલ શાહ વિરુદ્ધ નડિયાદ કોર્ટમાં કેસ ચાલી જતા તમામ પુરાવા તથા દલીલો ધ્યાને લઈ નામદાર કોર્ટે તારીખ 10 /10/ 22ના રોજ નડિયાદના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ચિત્રાબેન રતનુએ આરોપી મનીષ રતિલાલ શાહનાઓને તકસીરવાન ઠેરવી એક વર્ષ કેદની સજા તથા ચેક રિટર્નની રકમ જેટલો દંડ તથા વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...