ટિકિટનું જ્ઞાતિવાદ સમીકરણ:ખેડા જિલ્લાની 6 બેઠકોમાં ભાજપમાં 109 દાવેદારો નોંધાયા, ક્ષત્રિય સમાજના 60 અને પટેલ સમાજના 27 દાવેદારો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તેવામાં રાજ્યમાં સત્તાધારી પક્ષે જિલ્લા લેવલ પર સેન્શ લેવાની કામગીરી પણ આટોપી લીધી છે. ખેડા જિલ્લાની 6 વિધાનસભા માતર, મહુધા, નડિયાદ, કપડવંજ, ઠાસરા અને મહેમદાવાદ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ સેન્સ લીધા હતા. જેમાં 109 લોકોએ દાવેદારી નોંધાવી છે. જિલ્લા ભાજપે નામ સાથે જાહેર કરેલા આ લિસ્ટમાં જ્ઞાતિવાદ, દાવેદારી, સમીકરણો પર નજર કરીએ તો, ભાજપના 109 દાવેદારો પૈકી 60 દાવેદારો ક્ષત્રિય અને 27 પટેલ સમાજના લોકો હોવાનું સામે આવ્યું છે.

60 ક્ષત્રિય દાવેદારો નોંધાયા
ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકો માટે ભાજપ તરફથી 109 દાવેદરોએ ટિકિટ માંગી છે. ખાસ કરીને જિલ્લામાં ક્યાં કેટલાં દાવેદારોએ ટિકિટ માંગી તે જોઈએ તો મહુધા બેઠક પર ક્ષત્રિયમાંથી 17, પટેલ 4, અન્ય 2 મળી કુલ 23 દાવેદારોએ ટિકિટ માંગી છે. મહેમદાવાદ બેઠક પર ક્ષત્રિયમાંથી 8, પટેલ 1, અન્ય 1 મળી કુલ 10 દાવેદારોએ ટિકિટ માંગી છે. ઠાસરા બેઠક પર ક્ષત્રિયમાંથી 11, પટેલ 4, અન્ય 4 મળી કુલ 19 દાવેદારોએ ટિકિટ માંગી છે. કપડવંજ બેઠક પર ક્ષત્રિયમાંથી 18, પટેલ 5, અન્ય 7 મળી કુલ 30 દાવેદારોએ ટિકિટ માંગી છે. માતર બેઠક પર ક્ષત્રિયમાંથી 6, પટેલ 4, અન્ય 5 મળી કુલ 15 દાવેદારોએ ટિકિટ માંગી છે. નડિયાદ બેઠક પર ક્ષત્રિયમાંથી 0, પટેલ 9, અન્ય 3 મળી કુલ 12 દાવેદારોએ ટિકિટ માંગી છે. આમ 6 વિધાનસભાની બેઠકો માટે કુલ 60 ક્ષત્રિય, 27 પાટીદાર અને અન્ય 22 મળી કુલ 109 લોકોએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે.

નડિયાદ બેઠક પર પાટીદારોનુ વર્ચસ્વ
મહત્વનું છે કે, મહુધા, કપડવંજ અને ઠાસરા વિધાનસભા હાલ કોંગ્રેસ હસ્તક જ્યારે અન્ય 3 ભાજપ હસ્તક છે. ખેડાની 6 પૈકી મહુધા, કપડવંજ, ઠાસરા, મહેમદાવાદ, માતર વિધાનસભામા ક્ષત્રિયોની બોલબાલા તો નડિયાદ બેઠક પર પાટીદારોનુ વર્ચસ્વ, આવનાર દિવસોમાં આ બેઠક પર ભાજપ કઈ રીતે રણનીતિ નક્કી કરે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...