ગુજરાત વિધાનસભા-2022:ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠક પર બીજા દિવસે પણ ફોર્મ ન ભરાયા, છેલ્લા દિવસોમાં જોવા મળશે ધસારો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી નામાકંન પ્રક્રિયા ગતરોજથી શરૂ કરવામાં આવી છે. શુક્રવારે બીજા દિવસે એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી નથી. છેલ્લા દિવસોમાં નામાંકન માટે ઘસારો રહેશે તો નવાઈ નહી રહે.

એકબાજુ હજુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારની શોધમાં ફર્યા કરે છે તેવામાં ઉમેદવારી ફોર્મ ભરવાના બીજા દિવસે જિલ્લામા ક્યાંય પણ ફોર્મ ભરાયા નથી. તો હવે આવતીકાલે બીજો શનિવાર અને રવિવારની રજા રહેશે. આ બાદ 3 દિવસ એટલે કે 14, 15, 16 અને 17 નવેમ્બર ફોર્મ ભરવા માટે ઘસારો રહેશે. જિલ્લામાં બીજા તબકકામાં 5 ડીસેમ્બરના રોજ જિલ્લાના કુલ 1744 મતદાન મથકો પર મતદાન યોજાશે. જેના ઉમેદવારીપત્રો 10મી નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન ભરવાના છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો બીજો દિવસ હતો પરંતુ આજે પણ કોઈ પક્ષ કે અપક્ષે ઉમેદવારી નોંધાવી નથી.

અન્ય સમાચારો પણ છે...