સારવાર:2021માં 4815 પૈકી 4450 દર્દીઓ સાજા થતાં સફળતા દર 92% પહોંચ્યો

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2017માં 3622 પૈકી 3041 દર્દીઓ સાજા થયા, 84% સફળતા
  • 2025 સુધીમાં જિલ્લાને ટીબી મુક્ત કરવા અભિયાનઃ ડો.ધવલ

સમગ્ર દેશને ટીબી મુક્ત બનાવવા માટે સરકાર મથામણ કરી રહી છે. ત્યારે ખેડા જિલ્લાને પણ એક સમયે રાજરોગ તરીકે જાણીતા ટીબીના રોગમાંથી મુક્ત કરવા આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. જે રીતે કોરોનાને હરાવવામાં સમગ્ર સમાજ એકજૂથ થઈને લડ્યો હતો, તેમજ ટીબીને હરાવવા માટે પણ હવે આરોગ્ય વિભાગ દ્વારા દાતાઓનો સહયોગ લેવાનું શરૂ કર્યું છે.

દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન પોષણક્ષમ આહાર પૂરો પાડવા માટે ન્યુટ્રીશન કીટ વિતરણ કરવામાં આવશે. તેમજ જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓ મળી આવે તો તેનો ગળફાના ટેસ્ટ અને એકસ રે પાડીને મફત દવાઓનું વિતરણ કરવામાં આવે છે.

હાલમાં ખેડા જિલ્લામાં ટીબીના દર્દીઓ સ્વસ્થ થવાનો રેસ્યો 92 ટકા પહોંચ્યો છે. જેથી આગામી ત્રણ વર્ષમાં જિલ્લો ટીબી મુક્ત બને તે માટે તમામ પીએચસી કેન્દ્ર સ્ટાફ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવે છે. તેમજ ટીબીના દર્દીઓને પોષણ યુક્ત આહાર મળી રહે તે માટે ન્યુટ્રીશન કિટનું દાતાઓના સહયોગથી વિતરણ કરવામાં આવી રહ્યું છે.

દેશમાંથી ટીબીના રોગને નાબૂદ કરવાનું મહા અભિયાન હાથ ધરાયું છે. ખેડા જિલ્લામાં આ અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની વિગતો આપતાં જિલ્લા ક્ષય અધિકારી ડૉ. દિનેશ બારોટ અને ડો. ધવલ સોઢા પરમારે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં વર્ષ 2021માં 92 ટકા દર્દીઓને સાજા કરવામાં સફળતા મળી હતી. જે બાદ વર્ષ 2022માં 2899 દર્દી મળી આવ્યા છે.

જેમને ટીબીની સારવાર અપાઇ રહી છે. ટીબીના લક્ષણો ધરાવતા વ્યક્તિની સારવાર વહેલી થવાથી ટીબીના રોગને ફેલાતો અટકાવી શકાય છે. સાથે સાથે મૃત્યુદર પણ ઘટાડી શકાય છે. ટીબીના દર્દીઓ એકસ રે માટે જિલ્લાના રેડિયોલોજીસ્ટ સાથે ચર્ચા કરવામાં આવી છે. અને જો તેઓ દર્દીઓને નડિયાદ સિવિલ ખાતે મોકલી આપે તો, તેમના વિનામૂલ્યે એકસ-રે કાઢવામાં આવે છે.

ત્યારબાદ ટીબીના લક્ષણો ધરાવતા દર્દીઓને છ માસ સુધી વિના મૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવે છે. તેમજ તેની સાથે રહેતા ઘરના સભ્યોને ટેસ્ટ કરીને ટીબી લક્ષણો જણાય આવે તો સારવાર આપવામાં આવે છે. તેમજ ટીબીના દર્દીઓને 6 માસ સુધી વિના મુલ્યે સારવાર આપવામાં આવે છે.

ટ્રીટમેન્ટ સપોર્ટરને પણ એક હજાર સુધીની સહાય
ટીબીને અટકાવવા માટે તંત્ર દ્વારા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓમાં પ્રચાર-પ્રસારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત દર્દીની સારવારમાં સપોર્ટ કરનાર સપોર્ટરને પણ રૂ.1 હજાર સુધીની સહાય કરવામાં આવે છે.> ડો.ધવલ સોઢા પરમાર, એમ.ઓ. ક્ષય કેન્દ્ર, નડિયાદ

અન્ય સમાચારો પણ છે...