નડિયાદ પાસે આવેલ વસો ગામના રેલ્વે સ્ટેશન પાસેના રેવન્યુ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી કેટલાક ઇસમો માટીનું ખનન કરવામાં આવે છે. ગ્રામ પંચાયતની જાણ બહાર કરવામાં આવતા માટીના ખનન સામે કાર્યવાહી કરવા માટે વસો સરપંચે કલેક્ટર તથા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં અરજી કરી હતી.
વસો ગ્રામ પંચાયતની જાણ બહાર કેટલાક ઇસમો કે કંપની દ્વારા રેલ્વે સ્ટેશન પાસે આવેલ રેવન્યુ વિસ્તારમાં કરવામાં આવતા માટીના ખનન બાબતે સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરે એક વર્ષથી વધુ સમય થયો હોવા છતાં હાલમાં ખનન ચાલુ હોવાને કારણે વિસ્તારના આસપાસના લોકોને મુશ્કેલી વેઠવાની વારી આવી હતી.
25 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવાને કારણે આસપાસના ખેડૂતોની જમીનનું ચોમાસામાં ધોવાણ થતા તેમને નુકશાની ભોગવવાની વારી સ્થિતિ ઉભી થઇ હતી. ખનન કામગીરી દરમ્યાન માટી ભરેલ ડમ્પરોને કારણે રસ્તાને નુકશાન થવા પામ્યું હતું. માટીના ખનનથી ઊભી થયેલ સમસ્યાને લઇ વસોના સરપંચ ઉમેશકુમાર અમીન દ્વારા કલેક્ટર તથા મામલતદારને અરજી કરી વહેલીતકે સમસ્યાનું નિવારણ આવે તેવી માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.