પંચાયત દ્વારા કાર્યવાહી:L&Tના 3 હજાર વર્કરોએ લીધેલા ગેરકાયદે ગટર કનેક્શનો કપાયા

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • ઉત્તરસંડામાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અર્થે કારીગરો રહેતા હતા

ઉત્તરસંડા પાસેથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પસાર થઇ રહ્યો છે. જેનું સ્ટેશન બનાવવાની કામગીરી ઉત્તરસંડા પાસે ચાલી રહી હોઈ L&T કંપનીને કામગીરી આપવામાં આવી છે. કંપનીના 3 હજારથી વધુ કારીગરો અહીં કામ અર્થે વસવાટ કરતા હોય તળાવમાં ગટર કનેક્સનો આપવામાં આવ્યા હતા. પરંતુ આસપાસમાં રહેતા લોકો દ્વારા તેનો વિરોધ કરાતા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા આજે સ્થળ પર પહોંચી ગટર કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી છે.

મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ ખેડા જિલ્લામાં ઉત્તરસંડા પાસેથી પસાર થાય છે. જેનું રેલવે સ્ટેશન ઉત્તરસંડા પાસે બનાવવાનું હોય છેલ્લા ઘણા સમયથી L&T કંપનાના 3 હજારથી વધુ વર્કરોએ અહીં તંબુ તાણ્યા છે. અહીં રહેતા વર્કરોની દૈનિક ચર્યા માટે પણ સુવિધા ઉભી કરવાની હોય કંપની દ્વારા નજીકમાં આવેલ સદનશાહ પીરની દરગાહ સામેના તળાવમાં ગટર કનેક્શન નાખવામાં આવ્યા હતા.

દુર્ગંધથી આસપાસના લોકો ત્રસ્ત થતા સમગ્ર મામલે સ્થાનિક પંચાયત દ્વારા અવાર નવાર નોટિસો આપવા છતાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે કનેક્શનો નહીં હટાવતા સરપંચ ઇસીત પટેલ અને સ્થાનિકો જેસીબી સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. તેઓએ કંપની દ્વારા તળાવમાં આપેલા કનેક્શનો કાપી નાખી ફરીથી આ પ્રકારે ગેરકાયદેસર કનેક્શન નહી નાખવા કંપનીના કર્મચારીઓને નોટિસ ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...