શખ્સનું કારસ્તાન:'જો તું મારી સાથે નહીં બોલે તો તારા ફોટા વાયરલ કરીને બદનામ કરી દઇશ' નડિયાદમાં એકતરફી પ્રેમમાં શખ્સે યુવતીને ધમકી આપી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદના સલુણવાટા ગામે રહેતી યુવતીની ગામના શખ્સે સતત પીછો કરી છેડતી કર્યાની ફરિયાદ આજે નડિયાદ ગ્રામ્ય પોલીસમા નોધાઈ જવા પામી છે. છેલ્લા પાંચ માસથી અવારનવાર પીછો કરી ગંદા ઈશારા કરતા શખ્સને સબકનો પાઠ ભણાવવા યુવતીએ પોલીસમા ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત શખ્સે યુવતીની જાણ બહાર ફોટા પાડી 'જો તું મારી સાથે નહીં બોલે તો તારા ફોટા વોટ્સએપમાં મૂકી વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી છે'.

શખ્સ યીવતીનો પીછો કરી ટોંટ મારતો હતો
નડિયાદ તાલુકાના સલુણવાંટા ગામે રહેતી 22 વર્ષીય યુવતી આણંદની એક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. ગામમાં રહેતો શખ્સ આ યુવતીને છેલ્લા 5 માસથી સતત હેરાન પરેશાન કરતો હતો. યુવતી કોલેજ જવા નીકળે એટલે શખ્સ તેની પાછળ પાછળ બસ સ્ટેન્ડે આવતો અને કોઈના કોઈ બહાને તેણીને ટોંટ મારતો પરંતુ યુવતી તેણીની વાતમાં આવતી ન હતી. આવું છાશવારે થતા આમ છતાં પણ યુવતી કોઈને જાણ કરતી નહોતી.

યુવતીને ખોટા ઈશારા કરી આંખો મારી છેડતી કરતો હતો
શખ્સની હેરાનગતિ વધવા લાગી હતી. આ શખ્સ યુવતીને ખોટા ઈશારા કરી આંખો મારી છેડતી કરતો હતો. વાત આટલેથી નહી અટકતા આ શખ્સ યુવતીની જાણ બહાર પોતાના મોબાઈલમા ફોટા પાડી દીધા હતા અને તેણીને જણાવતો હતો કે, 'જો તું મારી સાથે નહીં બોલે તો તારા ફોટા વોટ્સએપમાં મૂકી વાયરલ કરી' બદનામ કરવાની ધમકી આપતો હતો. જોકે હવે આ શખ્સની કરતૂતો હદ બહાર વધવા લાગતાં યુવતીએ પોતાના માવતરને સમગ્ર બાબતની જાણ કરી હતી.

પ્રેમ સંબંધ રાખવા યુવતીને ગંદા ઇશારા કરી છેડતી કરી
આથી ગત 9મી ઓક્ટોબરના રોજ યુવતીના સગાભાઇએ ગામની કુમારશાળા પાસે આ શખ્સને ઠપકો આપ્યો હતો. આ સમયે આક્રોશમાં આવેલા શખ્સે​​​​ તેણીના ભાઈને પણ અપશબ્દો બોલ્યા હતા. અને બંને વચ્ચે સામસામે જપાજપી પણ થઈ હતી. બીજા દિવસ યુવતીને આ શખ્સ​​​​​​​ને તેના ભાઈ ઉપર ફરિયાદ કરી હોવાની હકીકત જાણવા મળી હતી. આમ આ શખ્સે​​​​ ​​​ પ્રેમ સંબંધ રાખવા યુવતીને ગંદા ઇશારા કરી છેડતી કરતો હોવાની ફરિયાદ યુવતીએ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં આપી છે. પોલીસે આઈપીસી 354(C), 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...