• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • If Kheda District Panchayat President Has Not Listened To What Cong MLA Inderjit Singh Said Before Concluding The General Meeting, What Work Do You Call?

કારણ વિનાનું રાજકારણ..:ખેડા જિલ્લા પંચાયત પ્રમુખે સામાન્ય સભા પૂર્ણ કરતાં કોંગી ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહે કહ્યું વાત ના સાંભળવી હોય તો, બોલાવો છો શું કામ?

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકાસના કામો નહીં થતા કોંગી ધારાસભ્યો નારાજ

ખેડા જિલ્લા પંચાયતના પટેલ હોલ માં ગુરૂવારના રોજ ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા સભાનં સંચાલન કરતા અગત્યના મુદ્દા પર ચર્ચા કરી સભ્યોનો બહુમત મેળવ્યા હતા. અંદાજે 15 મિનિટ આ સભા ચાલી હતી. જેના અંતે તાજેતરમાં મૃત્યુ પામેલા ભાજપ પક્ષના અને કાલસર બેઠકના સભ્ય રાયસીંગભાઈ પરમારને શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

શ્રધ્ધાંજલી બાદ જિલ્લા પ્રમુખ દ્વારા સામાન્ય સભા પૂર્ણ થયા અંગેની જાહેરાત કરતા જ સભામાં હાજર કોંગી ધારાસભ્યો છંછેડાયા હતા, અને 'અમારી વાત ના સાંભળવી હોય તો, બોલાવો છો શુ કામ?' તેવા ધારદાર પ્રશ્નો કર્યા હતા.ઉગ્ર બનેલા ધારાસભ્યોને શાંત કરતા પ્રમુખ નયનાબેન પટેલે તેઓને ચેમ્બરમાં આવી પર્સનલ રજુઆત કરવા જણાવ્યું હતું. પરંતુ મહુધાના કોંગી ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે જાહેરમાં ચર્ચા કરવાની માંગ કરી હતી. તેઓએ સરાજાહેર કહ્યુ હતુ કે પંચાયતના અધિકારીઓ કોંગી ધારાસભ્યોની વાત સાંભળતા નથી, વિકાસના કામો થતા નથી. જેથી અમારે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવી છે.

જોકે પરિસ્થિતિ પારખી ગયેલા અનુભવી ડીડીઓ મેહુલ દવે એ બંને ધારાસભ્યોને પોતાની કેબીન માં બોલાવ્યા હતા, જ્યાં ચ્હાની ચુસકી અને ખટ્ટી-મીઠી નોકજોક સાથે કોંગી ધારાસભ્યોએ પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી. મહુધા અને ઠાસરા તાલુકાના ઘણા વિસ્તારમાં જિલ્લા પંચાયતની એજન્સીઓ દ્વારા રસ્તાના કામ અધૂરા રાખ્યા છે, તેમજ બંને તાલુકાના ઘણા ગામડાઓમાં પીવાના પાણીનો પ્રશ્ન હોય તે બાબતે રજૂઆત કરી હતી.

પ્રમુખે સંભળાવી દીધું, તમારા પ્રશ્નો સંકલનમાં રજૂ કરો
મહત્વની વાત છેકે જિલ્લા પંચાયત દ્વારા પ્રોટોકોલના ભાગરૂપે તમામ ધારાસભ્યોને સામાન્ય સભામાં આમંત્રિત કરવામાં આવે છે. જેથી તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકે. ગુરૂવારના રોજ સામાન્ય સભાના અંતિમ તબક્કે ધારાસભ્યોએ રજૂઆતની હઠ કરતા જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલે સ્પષ્ટ સંભળવાદી દીધુ હતુ કે તમારા પ્રશ્નોની રજૂઆત સંકલનમાં કરવાની હોય છે.

ગળતેશ્વર તાલુકાની બે ગ્રામ પંચાયતો વિભાજીત થઇ
જિ.પં ની સામાન્ય સભા દરમિયાન ગળતેશ્વરના બે ગામોને વસ્તીને આધારે સ્વતંત્ર પંચાયત તરીકે વિભાજીત કરવાની જાહેરાત કરાઈ હતી. જેમાં વસો પંચાયત માંથી ભીમકુઈ પંચાયત અને વાડદ પંચાયત માંથી તરઘૈયા ગ્રામપંચાયતને વિભાજીત કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ પંચાયતોના વોર્ડ અને વિકાસ લક્ષી કામગીરીની શરૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...