જિલ્લામાં ઉત્તરાયણ પર્વ શાંતિપૂર્ણ યોજાય તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા અપીલ કરાઈ છે.કપાયેલી દોરી ક્યા પણ જોવા મળે તો તેનુ ગુચળુ વાળી નાશ કરો.નાગરિકને ઇજા ન પહોંચે માટે 900 થી વધુ સેફટી ગાર્ડ, 200 નાગરિકોને નેટ પ્રોડેક્ટર, 82 જેટલા નાગરિકો વિરૂધ્ધ ગુનો નોંધી 96 આરોપીઓ પાસેથી પ્રતિબંધિત રૂ 8, 68,400 મુદ્દામાલ જિલ્લા પોલીસે જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે નડિયાદમાં ગુરુવારે વાયર પર લટતો દોરો યુવકના ગળામાં ભરાતા મોત થયુ હતું.
શનિવારના રોજ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ ધામધૂમથી ઉજવાશે.પરંતુ ક્યાકને ક્યાક દોરીના કારણે પક્ષીઓ અને લોકોને ઇજા પહોચવાના બનાવો બનતા હોય છે.ત્યારે ગુરુવારે આણંદના 38 વર્ષીય યુવકનું દોરી વાગવા થી નડિયાદમાં મોત નિપજયુ હતુ.છેલ્લા તેર દિવસમાં જિલ્લા પોલીસ દ્વારા 900 થી વધુ નાગરિકને સેફટી ગાર્ડ નાખી આપ્યા હતા.તેથી રસ્તા પર આવતા જતા દોરી વાગવા થી બચી શકે છે.
સ્ટ્રીક એકશન અને અવેરનેસ બાબતે પોલીસ વિભાગ દ્વારા 52 જેટલી સભા શાળા કોલેજમાં કરી ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે ટીનએજર ને શપથ લેવડાવ્યા હતા. જ્યારે સોશિયલ મિડિયાના માધ્યમથી 561 પોસ્ટ અને 13 જેટલી રિક્ષા ભાડે રાખી નાગરિકોને ચાઇનીઝ દોરી અને તુક્કલ ન વાપરવા માટે જાગૃત કરાય છે.પોલીસ વાનમાં ઓડિયો બનાવી તેમજ શહેરના બસ સ્ટેન્ડ,રીક્ષા સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પરના જાહેર સ્થળ પર જાહેરાત લગાવી જાગૃત કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.