ત્રિપલ અકસ્માત:ડાકોર નજીક ડમ્પર પાછળ આઈસર અને ઈકો કાર ઘૂસી, બે લોકોને ઈજાઓ પહોંચી

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાકોર નજીક ઉમરેઠ રોડ પર આજરોજ સવારના અરસામાં ત્રીપલ અક્સ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થતાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.ડાકોર નજીક ઉમરેઠ રોડ પર ડાકોર તરફ થી ઉમરેઠ તરફ જતા ડમ્પર ટ્રકના ચાલક ઓવરટેક કરતા ઉમરેઠથી ડાકોર તરફ જતી આઇસર ટ્રક સાથે ધડાકા ભેર અથડાયો હતો તે વખતે આઇસરની પાછળ આવતી ઇકો ગાડી આઇસર સાથે અથડાતા આમ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

108 ના માધ્યમથી ડાકોર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
આ અકસ્માતમાં આઇસર ચાલક વિનોદભાઈ ઘટુભાઈ વણઝારા ઉંમર વર્ષ 32 રહેઠાણ અમદાવાદ નાઓને પગમાં ફ્રેક્ચર તથા શરીરમાં ગંભીર ઇજા થતા ડાકોર રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે 108 ના માધ્યમ નડિયાદ રીફર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય વ્યક્તિઓ જેમાં આઇસર ચાલક ના ક્લીનર દશરથભાઈ એ પરમાર રહેઠાણ અમદાવાદ ને સામાન્ય ઇજા તથા ઈકો ગાડીના ચાલકના પત્ની સાવિત્રીબેન સુખદેવભાઈ સોલંકી ઉંમર વર્ષ 52 ગામ કઠાણાને ઘટના સ્થળેથી 108 ના માધ્યમથી ડાકોર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગફલત ભરી રીતે ડમ્ફર ચલાવતા અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ ડમ્પર ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ભાગી છૂટેલો હતો. ડાકોર પોલીસે ફરિયાદના આધારે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...