• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • 'I Had A Debt Of 10 Lakhs, Today It Is Only One And A Half To Two Lakhs, I Am Not Committing Suicide Due To Debt', The Young Man Of Gobalj Swallowed Poison.

વીડિયો બનાવીને યુવાને જીવન ટુંકાવ્યું:'મારા માથે 10 લાખનું દેવુ હતું, આજે તો માત્ર દોઢ-બે લાખનું છે, હું દેવાના લીધે આત્મહત્યા નથી કરતો', ગોબલજના યુવાને ઝેરી દવા ગટગટાવી

નડિયાદ23 દિવસ પહેલા
  • પરિણીત યુવાને 5 વ્યક્તિઓના ત્રાસથી આપઘાત કર્યો
  • આપઘાત પહેલાં વીડિયો બનાવ્યો, સ્યુસાઈડ નોટ પણ લખી

'ભૂતકાળમાં મારા માથે 10 લાખનું દેવું હતું, આજે તો માત્ર દોઢ બે લાખનું છે. હું દેવાના લીધે સ્યુસાઈડ નથી કરતો. હું મરીશ પણ મને ન્યાય ચોક્કસથી મળશે તે માટે સંવિધાન પર પૂરેપૂરો ભરોસો છે'. આ છેલ્લા શબ્દો છે મરનાર યુવાન તૌફીકશા દીવાનના. ખેડાના ગોબલજ ગામના 33 વર્ષીય આ પરિણીત યુવાને ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો છે. આ પહેલાં યુવાને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી જણાવ્યું હતું કે, તેણે વેચાણ આપેલા મકાનના લોનના હપ્તા મકાન રાખનાર શખ્સે ન ભરતા તેના ત્રાસથી કર્યો છે. મકાન વેચાણ રાખનાર શખ્સે છેતરપિંડી કરી આ મકાન અને એ બાદ તેના 4 જેટલા મળતિયાઓને સાથે રાખી સતત હેરાન પરેશાન ઉપરાંત મકનના હપ્તા પણ ન ભરતાં આર્થિક તથા શારીરિક રીતે ભાંગી પડેલા યુવાને આ પગલું ભર્યું છે. ખેડા ટાઉન પોલીસે આ મામલે ફરિયાદના આધારે 5 વ્યક્તિઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મકાન વાહીદા ખલીફા નામના શખ્સને વેચ્યું હતું
ખેડા તાલુકાના ગોબલાજ ગામે રહેતા 33 વર્ષીય પરિણીત તૌફીકશા અનવરશાપીરૂશા દીવાન નજીક આવેલ કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. તેણે આશરે ચારેક વર્ષ પહેલાં નડિયાદ કબ્રસ્તાન ચોકડી અલમહંમદી એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટ વેચાણ લીધો હતો. તૌફીકશા દીવાને આ ફ્લેટ યુકો બેંકમાંથી લોન લઇ વેચાણ રાખ્યું હતું. આ બાદ તે અહીંયા લગભગ દોઢેક વર્ષ જેટલું રહ્યો હતો. આ પછી મૂળ ગામ ગોબલેજ રહેવા આવી ગયો હતો. છેલ્લા બે મહિના ઉપર નાણાંની તાતી જરૂર હોવાથી તૌફીકશા દીવાને પોતાનું નડિયાદ ખાતેનું મકાન વાહીદા ખલીફા નામના શખ્સને વેચી દીધું હતું. આ સમયે વાહીદા ખલીફાએ જણાવ્યું કે બાકી રહેલા મકાનના હપ્તા પોતે ભરી દેશે.

બે દિવસ અગાઉ જ પોતાના મિત્રને વેદના કહી
વાહીદા ખલીફાએ મકાનના લોનના હપ્તા છેલ્લા બે મહિનાથી ભર્યા નહોતા. જેથી બેંકમાંથી મૂળ માલિક તૌફીકશા દીવાન ઉપર નોટિસો આવી હતી. આ સંદર્ભે તૌફીકશાએ વાહીદા ખલીફાને લોનના હપ્તા ભરવા જણાવતા તો તેઓને ધાકધમકી મળતી હતી અને ખોટી હેરાનગતિ કરતા હતા. આથી સતત ટેન્શનમાં રહેતા તૌફીકશા દીવાને આ સમગ્ર મામલે ગયા બે દિવસ અગાઉ જ ખેડા ખાતે રહેતા પોતાના મિત્રને સમગ્ર હકીકત જણાવી હતી. પોતાની સાથે ચીટિંગ થયેલું હોવાનું જણાવી હું આપઘાત કરી દઈશ તેવી વાત પોતાના મિત્રને કહી હતી.

હું દેવા ના લીધે નથી સ્યુસાઈડ કરતો: તૌફીકશા
ગતરોજ તૌફીકશા દીવાને બપોરના સુમારે ગોબલજ ગામના તળાવ કિનારે આવેલ બાંકડા પર બેઠા બેઠા ઉપરોક્ત ત્રાસથી કંટાળી જઈ ફોરેટ નામની ઝેરી દવા ગટગટાવી જિંદગીનો અંત આણ્યો હતો. જોકે, આ પહેલાં મરનાર તૌફીકશા દીવાને પોતાનો એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં તેણે 5 વ્યક્તિઓનાં નામ જોગ ઉલ્લેખ કરી જણાવ્યું કે, 'આ લોકોએ મારું મકાન છેતરપિંડીથી લઈ લીધું છે અને મકાનના લોનના હપ્તા પણ ભરતા નથી. હાલ સુધી મારી ઉપર 3 નોટિસો પણ આવી ચૂકી છે પણ આ લોકોને કહેતા તેઓ ધાકધમકીઓ આપે છે અને મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. હું આ લોકોના ત્રાસથી આપઘાત કરી રહ્યો છું. ભૂતકાળમાં મારા માથે 10 લાખનું દેવું હતું, આજે તો દોઢ બે લાખનું છે પણ હું દેવા ના લીધે નથી સ્યુસાઈડ કરતો. હું મરીશ પણ મને ન્યાય ચોક્કસથી મળશે, મને સંવિધાન પર પૂરેપૂરો ભરોસો છે' તેમ કહી અલવિદા દોસ્તો કહીને તૌફીકે જિંદગીને અલવિદા કહી દીધું હતું.

ખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ ઉપરાંત તેણે એક કાગળમાં એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જે તેના ખિસ્સામાંથી પોલીસને મળી આવી હતી. આ સમગ્ર મામલે મરનાર તૌફીકશા દીવાનના સગાભાઈ જાવેદશા દીવાને ખેડા ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે ઉપરોક્ત વાહીદા ખલીફા, લાલજી ભરવાડ, સલમાન, આરીફ ચીનાનો ભાણિયો અને ચીનો ગાયકવાડ (તમામ રહે. નડિયાદ) સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આઈપીસી 306, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...