પોષણ અને સ્વચ્છતા અભિયાન:કપડવંજના વઘાસ પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોને સ્વચ્છતા અને પોષણ માટેની કીટ અપાઈ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાબર કંપની અને દોસ્ત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પોષણ અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

બાળકોમા સ્વચ્છતાના ગુણ કેળવાય અને શરીરમાં પોષણક્ષમ વિટામિન મળી રહે તે હેતુસર કપડવંજના વઘાસ પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોને સ્વચ્છતા અને પોષણ માટેની કીટ અપાઈ છે. ડાબર કંપની અને દોસ્ત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પોષણ અને સ્વચ્છતા અભિયાનનો ખેડા જિલ્લામાં સૌપ્રથમ કાર્યક્રમ યોજાયો છે.

દોસ્ત ફાઉન્ડેશન દ્વારા ડાબર કે સંગ, દોસ્તી કે રંગ બેનર હેઠળ પોષણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત વઘાસ ગામના બાળકોને ડાબર કંપની દ્વારા સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, ડાબર વિટા તેમજ ડાબર ચ્યવનપ્રાશ, તુલસી ડ્રોપ્સ જેવી વસ્તુઓની કીટ અર્પણ કરવામાં આવી છે. સાથે સાથે બાળકોને પોતાની સ્વચ્છતા જાળવવા તેમજ પોષણયુક્ત ખોરાક અને આપેલ વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવો વગેરેની સમજણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં 100 જેટલા બાળકો આ વસ્તુઓથી પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે, ગામના જાગૃત યુવા તેમજ સ્વયંસેવક બહેનો, શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ તેમજ દોસ્ત ફાઉન્ડેશનના અનિલ રોહિત ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડાબર ઇન્ડિયા લિમિટેડ કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દોસ્ત ફાઉન્ડેશન આ વસ્તુઓ જરૂરિયાત મંદ બાળકો સુધી આ વસ્તુઓ પહોંચે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ બાળકો સુધી પોષણ અને સ્વચ્છતાનો સંદેશ પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...