કપડવંજ તાલુકાના રામપુરા ગામના મહેન્દ્ર ઝાલાએ ગત ગૂરૂવારે પત્ની અને બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. જોકે સ્થાનિકોએ તાબડતોબ કેનાલમાં દોરડા નાખી બચાવ કામગીરી શરૂ કરતા મહેન્દ્ર દોરડુ પકડી બહાર આવી ગયો હતો. પરંતુ પત્ની આશા અને બે બાળકો કેનાલના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા. જે પૈકી આશા અને નાના દિકરા મયંકનો મૃતદેહ શનિવારે કઠલાલ તાલુકાના અપ્રુજી ગામેથી મળી આવ્યા હતા.
માતા-પુત્રના મૃતદેહ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મહત્વની વાત છેકે આશા અને મયંકનો મૃતદેહ મળ્યા બાદ હજુ 8 વર્ષીય પુત્ર કૃણાલનો મૃતદેહ મળ્યો નથી. બીજી તરફ ગુરુવારે કેનાલમાંથી દોરડું પકડી બહાર નીકળી ગયેલ મહેન્દ્ર ઝાલાનો પણ હજુ સુધી કઈ અતોપતો નથી. તો મહેન્દ્રની સાથે રહેતી તેની માતા નંદાબેન પણ ઘટનાના દિવસથી ગાયબ થઈ ગયા છે. ત્યારે મહેન્દ્ર અને તેની માતા ક્યા છે, તે અંગે કોઈને જાણ નથી. સમગ્ર ઘટના અંગે બાળક અને માતાની લાશ મળ્યા બાદ કઠલાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે મુખ્ય આરોપી મહેન્દ્ર ક્યા ગાયબ છે, તેની શોધખોળ થાય તે જરૂરી છે.
મયંકનો મૃતદેહ શોધવા ગાંધીનગર સુધી તપાસ કરી
મહેન્દ્ર એ પત્ની અને બાળકો સાથે કેનાલમાં કુદી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મહેન્દ્ર તો બચી ગયો, પરંતુ પત્ની અને 2 બાળકોના મૃત્યુ થયા છે. શનિવારે આશા અને નાના દિકરાના મૃતદેહ તો મળ્યા પરંતુ મોટા દિકરા મયંકનો મૃતદેહ શોધવા માટે આશાના પિયર પક્ષના લોકો નર્મદા કેનાલના છેડે છેડે છેક ગાંધીનગર પાસેથી પસાર થતી સાબરમતી નદી સુધીના છેડા સુધી તપાસ કરી આવ્યા હતા. પરંતુ મોટા દિકરાનો મૃતદેહ હજુ મળ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.