અકસ્માત:આઇશરે બાઇક સવાર દંપતીને અડફેટે લેતાં પતિનું મોત, પત્નીને ઈજા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નડિયાદ સીમમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરનો બનાવ
  • પોલીસે આઇશરના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

નડિયાદના પીજ રોડ પર બાઇક પર જતા દંપતિને આઇશરે બાઇકને અડફેટે મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં પતિનુ બનાવ સ્થળે મૃત્યુ નિપજયુ હતુ. જ્યારે પત્નીને ઈજા પહોંચી હતી. નડિયાદ શહેરના પીજ રોડ પરના સિધ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ પટેલ ઉં. 64 તેમના પત્નીને બાઈક જી.જે.07 બીજે 7952 પર બેસાડી જઇ રહ્યા હતા.

તે સમયે તેઓ પીજ ચોકડી પરના રિલાયન્સ પેટ્રોલપંપ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે પાછળ આવતા કેએ 01 એઇ 8371ના ટ્રકના ચાલકે તેની આઇશર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને અડફેટે મારી હતી. જેથી બાઇક પર સવાર દંપતિ જમીન પર પટકાતા પતિ અરવિંદભાઈને ગંભીર ઇજા પહોંચતા બનાવ સ્થળે મૃત્યુ નિપજયુ હતુ. જ્યારે પત્નીને શરીરે ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે જીગ્નેશકુમાર રવિન્દ્રભાઇ પટેલની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે આઇશરના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...