ફરિયાદ:દીકરાની આશાએ પતિએ પત્નીને તરછોડતાં ફરિયાદ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રાસ આપી વારંવાર મારઝૂડ કરતો

કપડવંજ તાલુકાના એક ગામમાં રહેતી દીકરીના લગ્ન કપડવંજના લાલપુરમાં થયા હતા. લગ્ન બાદ પરીણીતા સાસુ, સસરા અને પતિ સાથે રહેતી હતી. લગ્નજીવન દરમિયાન પરિણીતાએ બે દીકરીને જન્મ આપ્યો હતો. નાની દીકરીનો જન્મ થતા પતિ મેણાટોણા મારી કહેતા કે તારે દીકરો થતો નથી, હવે તારે તને રાખવી નથી તેમ કહી ગાળો બોલી ઘરના કામકાજ અંગે ઝઘડો કરી મારઝુડ કરતા હતા. જેથી રીસાઇને પિયરમાં જતા રહેતા હતા. પરંતુ ઘરસંસાર બગડે નહીં તે માટે પિયરીયાઓ સમજાવીને સાસરીમાં મૂકી જતા હતા.

ગયા વર્ષે પણ દીકરાની આશાએ મારઝૂડ કરી કાઢી મૂકી હતી. આજથી પંદર દિવસ અગાઉ તેડવા આવતા તે સાસરીમાં ગયા હતા. પરંતુ બે-ત્રણ દિવસ અગાઉ પતિએ કામકાજ બાબતે ઝઘડો કરી મારઝુડ કરી હતી. આ બનાવ અંગે પરિણીતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...