નડિયાદ શહેરના જગપ્રકાશ સોસાયટીમાં કલ્પાબેન પરમાર પરિવાર સાથે રહે છે.તા.1 જૂનના રોજ રાત્રીના સુમારે બધા ઘરના ધાબા ઉપર સૂવા ગયા હતા તે સમયે પતિ પંકજભાઇ ધાબા ઉપર આવી કહે કે તુ કેમ ઘરની સાફ સફાઈ નથી રાખતી તેમ કહી ગાળો બોલી હાથમાં રહેલ લોખંડની એંગલ જેવી કોઈ વસ્તુ મારી હતી તે સમયે દીકરી વચ્ચે પડતા તેને હાથે વાગી ગયુ હતુ.
જેથી બૂમાબૂમ થતા સોસાયટીના લોકો છોડાવવા દોડી આવ્યા હતા. એટલાથી ન અટકતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કલ્પનાબેન પંકજભાઈ પરમારે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે પતિ પંકજભાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.