રહસ્ય અકબંધ:શેખુપુર સાયલા પાસેની મહી કેનાલમાં સેંકડો માછલીના મોત

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેનાલમાંથી માતરના 21 ગામના 31 પરાવિસ્તાર, તારાપુરના 4 ગામ તથા કાઠિયાવાડને પાણી પહોંચાડે છે

માતર તાલુકાના શેખુપુર પાસે થી પસાર થતી મહી કેનાલમાં શુક્રવારે સવારે અસંખ્ય મૃત માછલા જોવા મળતા લોકો સ્થળ પર ઉમટ્યા હતા. શેખુપુર ગામના સરપંચને જાણ થતાં જ કેનાલ પર પહોંચી સમગ્ર ઘટનાની માહિતી મેળવી અધિકારીઓને જાણ કરી હતી. પરંતુ અધિકારી સ્થળ પર પહોંચે તે પહેલા કેનાલના વોચમેન દ્વારા ગેટ ખોલી કાઢતા મરેલી મચ્છી પાણીમાં આગળની તરફ તણાઈ ગઈ હતી.

મહી કેનાલ દ્વારા પાણી પરીએજ તળાવ માં જાય છે. જે પાણી પુરવઠાના માધ્યમથી માતર તાલુકાના 21 ગામના 31 પરાવિસ્તાર, તારાપુર તાલુકાના 4 ગામ તથા કાઠિયાવાડને પણ પાણી પહોંચાડે છે. કેનાલના પાણીમાં જે માછલીઓના મોત થયા છે તેનું રહસ્ય અકબંધ છે. પરંતુ કેનાલના કારકુન દ્વારા પાણીના બોટલ ભરી ને સેમ્પલ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

જેના લેબોરેટરી પરીક્ષણ બાદ ખબર પડે કે કયા કારણો સર માછલીઓના મોત થયા છે. કોઇ અજાણ્યા શખ્સો દ્વારા પાણીમાં કેમિકલ ઠાલવવામાં આવ્યું છે કે પછી કોઈ મરેલા માછલા પાણીમાં ફેંકી ગયું છે. મહત્વની વાત છેકે થોડા દિવસ અગાઉ અમદાવાદના પૂર્વ વિસ્તારના પીવાનું પાણી પુરૂ પાડતી કેનાલમાં પાણીનો રંગ બદલાતા તંત્ર દોડતું થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...