ફરિયાદ:કમળામાં હોટેલ અને વણસરમાં પેટ્રોલ પંપ માલિકે જાહેરનામાનો ભંગ કરતાં ફરિયાદ

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટેલમાં કેમેરા ન હતા જ્યારે પંપ પર કેમેરા બંધ હતા

ખેડા જિલ્લા એસઓજીની ટીમ માતરના વણસરના પેટ્રોલપંપ પર અને નડિયાદના કમળા ચોકડી પર આવેલી હોટલમાં તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા હોટલમાં સીસીટીવી કેમેરા ન હતા જ્યારે પેટ્રોલપંપ પર સીસીટીવી કેમેરા બંધ હાલતમાં મળી આવતા જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ થતા કુલ 3 વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ નડિયાદ અમદાવાદ હાઇવે પર આવેલ વણસર પાટીયા પાસેના પ્રમુખ કોર્પોરેશનના નામે ચાલતા નાયરા એનર્જી કંપની પેટ્રોલપંપમાં તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા સીસીટીવી કેમેરા મળી આવ્યા હતા પરંતુ તે બંધ હતા. જેથી પેટ્રોલપંપ પર હાજર ભૂવનેશભાઇ શરદભાઇ ભટ્ટની પૂછપરછ કરતા પેટ્રોલપંપના માલિક કમલેશભાઇ રબારી અને હેમાંગભાઈ દવેનો છે. જ્યારે કેમેરા અંગે પૂછપરછ કરતા છેલ્લા આઠ દિવસથી બંધ હોવાનુ જણાવ્યુ હતુ.

જ્યારે નડિયાદના કમળા ચોકડી પાસે આવેલ દાદા-દાદી રેસ્ટોરન્ટમાં એસસોજી ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા હોટલમાં સીસીટીવી કેમેરા જોવા ન મળતા હોટલમાં હાજર પ્રેમદાસ બદ્રીનાથ વૈષ્ણની પૂછપરછ કરતા હોટલ માલિક મહેન્દ્રભારતી લક્ષ્મણભારતી ગૌસ્વામી છે અને હોટલમાં કેમેરા ન હોવાનું જણાવ્યુ હતુ. બંને બનાવોમાં જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ થતા કુલ 3 વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...