આજે હોળી, બુધવારે ધુળેટી:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં હોળી પર્વની ઉજવણી કરાઈ, સંધ્યાકાળે હોળી પૂજન કરાયા બાદ હોળી દહન કરવામાં આવી

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. સંધ્યાકાળે હોળી પૂજનની વિધિ કરાઈ હતી. આ બાદ હોળી દહન કરવામાં આવ્યું હતું. આવતીકાલે પડતર દિવસ અને પછીના દિવસે એટલે કે 8મી માર્ચે ધૂળેટી પર્વની ઉજવણી થનાર છે.

સોમવારે સમી સાંજે હોળીનું દહન કરવામાં આવ્યું હતું.
હોળી પ્રગટાવ્યા પહેલા હોળીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાયું હતું. ગૃહિણીઓએ પૂજાપો મેળવી પૂજન કર્યું હતું. આ બાદ હોળી પ્રગટાવવામાં આવી હતી. આ પછી સૌ લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી હતી. હોળી દહનનો આ કાર્યક્રમ જિલ્લામાં શહેરો, નગરો અને ગામ તથા ગામ તળમા જોવા મળ્યો હતો. પ્રાચીન પરંપરાગત રીતે આ હોળી દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ હોળી પર્વ ટાણે જિલ્લામા અમુક જગ્યાએ ઈકો ફ્રેન્ડલી હોળી પણ બનાવાઈ છે.

આવતીકાલે ડાકોર, વડતાલ સહિત ધાર્મિક સ્થળો પર ફુલડોત્સવ ઉજવાશે
આવતીકાલે પડતર દિવસ હોવાથી ધૂળેટી આઠમી માર્ચના રોજ યોજાનાર છે. ખેડા જિલ્લામાં યુવાધન આ ધૂળેટી પર્વમાં હિલોળે ચઢશે. મહત્વનું છે કે, યાત્રાધામ ડાકોર, વડતાલ સહિત ધાર્મિક સ્થળો પર ફુલડોત્સવ ઉજવાશે અને ભગવાન ભક્તો સાથે ધૂળેટી રમી ભક્તોને હોતપ્રોત કરશે. તો આ હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે ભગવાનને ધાણી, ખજૂરનો હાયડો ધરાવાશે અને ભક્તો આરોગશે.

અન્ય સમાચારો પણ છે...