નડિયાદનો ચૂંટણી જંગ:હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે નડિયાદમાં ચૂંટણી સભાને સંબોધી, ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ગુજરાત રાજયએ આઝાદી કાળથી દેશને નેતૃત્વ પુરુ પાડયુ છે. વતર્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના ગુજરાતમાં સંવેદનશીલ અને નિર્ણયાત્મક કાર્યક્રમો યોજીને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ સુર્વણ અક્ષરે અંકીત કરાયુ છે. સમગ્ર દેશના રોલમોડલ તરીકે ગુજરાત અગ્રેસર છે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ભાજપનું સાશન ચાલી રહયુ છે જે પ્રજાના શુભાર્શીવાદનુ પરીણામ છે. તેમ આજે હીમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યુ હતું.

સમગ્ર દેશમાં 562 રજવાડાનું એકત્રીકરણ કરીને અખંડ રાષ્ટ્રનુ નિર્માણ કર્યુ હતું
નડિયાદના ઇપ્કોવાલા હોલ ખાતે ભાજપના નડિયાદ વિધાનસભાના ઉમેદવાર પંકજ દેસાઇના પ્રચારાર્થે યોજાયેલ સભામાં વિશાળ જનમેદનીને સંબોધતા જયરામ ઠાકુરે વધુમાં જણાયુ હતુ કે રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મભૂમિમાં આવવાનુ સાર્થક થયું છે. આ મહામાનવે સમગ્ર દેશમાં 562 રજવાડાનું એકત્રીકરણ કરીને અખંડ રાષ્ટ્રનુ નિર્માણ કર્યુ હતું. આમ છતાં તેઓની સતત અવગણના થઇ રહી હતી ત્યારે તત્કાલિન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓનુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને તઓને સન્માન આપવાનુ કરેલુ કાર્ય આજે સમગ્ર વિશ્વમાં નામાંકfત બન્યુ છે. જયરામ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, હું અને પંકજભાઇ બન્ને પાંચ-પાંચ વિધાનસભાની ચૂંટણી લડયા છીએ અને વિજયી બન્યા છે હાલમાં અમો બન્ને છઠ્ઠીવાર ચૂંટણી લડી રહયા છે ત્યારે આ પંકજભાઇ દેસાઇને 2017ની ચૂંટણીમાં મળેલી લીડ 20843 કરતા છ ઘણા વધુમતોથી વિજયી બનાવવા સૌને હાકલ કરી હતી.

આ સભામાં ભાજપ સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા
આ પ્રસંગે મુખ્યદંડક અને ઉમેદવાર પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતુ કે સમગ્ર વિશ્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે લોખંડ મેળવવા માટે હિમાચલ પ્રદેશમાં ગયા ત્યારે ખુબજ મોટી માત્રામાં લોખંડ અને ત્યાંની રજ આપીને ગુજરાતને ગૌરવવંતુ કર્યુ હતુ. સાથે સાથે પંકજ દેસાઇએ નડિયાદ વિધાનસભા સહિત ચરોતરની તમામ બેઠકો પર ભાજપના વિજયી બનાવવા અને દેશદ્રોહી તત્વોને જાકારો આપવા માટે અપીલ કરી હતી. આ સભામાં ભાજપ સંગઠનના પદાધિકારીઓ, વિકાસભાઇ શાહ,રંજનબેન વાઘેલા, હીરેનભાઇ પટેલ, પારૂલબેન પટેલ,રશ્મીભાઇ પટેલ, એમ.પી થી પધારેલા નંદકિશોરજી,પૃથ્વીરાજસિંહજી બહાદુરસિંહજી, વગેરે ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના પ્રારંભે મનીષભાઇ દેસાઇએ સ્વાગત પ્રવચન અને અંતમાં તેજશભાઇ પટેલે આભાર વિધી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...