રાજ્યના મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર્સને અનુલક્ષીને હાઇકોર્ટે આદેશ કર્યો છે કે તેમને નિયમિત પગારધોરણ અને અન્ય લાભો દસ સપ્તાહમાં આપવામાં આવે. હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, અરજદાર મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર્સ તરીકે છેલ્લા 20 વર્ષથી નોકરી કરે છે. જો કે, તેમને નિયમિત કર્મચારીઓ તરીકેનો લાભ મળ્યો નથી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કામ કરતા મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર્સ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાયેલી હતી. રાજ્યમાં હાલ અંદાજે 3 હજાર 500 જેટલા મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર્સ કામ કરી રહ્યા છે.
આ આદેશથી ખેડા જિલ્લાનાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરમાં ખુશીનો માહોલ સર્જાયો છે. SCA/9099/2022 આ પિટીશનમાં ખેડા જિલ્લાના 81 પિટીશનરોનો કોર્ટમાં જ્વલંત વિજય થયો છે. જેથી જિલ્લાના વડા મથક નડિયાદમા બંધારણનાં ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી હતી.
આ સાથે સાથે એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી છે. કોર્ટનાં આદેશ મુજબ પિટીશનરોને નિમણુંકની પ્રારંભિક તારીખથી તેમની સેવાઓ નિયમિતકરણ સાથે તમામ પરિણામલક્ષી લાભો દસ અઠવાડિયામાં આપવામાં આવશે. આમાં ખેડા જિલ્લા ના 81 પિટિશનરને આ લાભ મળવા પાત્ર હોય તેમનામાં ખુશીનો માહોલ અને આનંદની લાગણી વ્યાપેલી છે. સમગ્ર કેસમાં કાયદાકીય માર્ગદર્શન અને સંકલન અને જવાબદારી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ધીરેન્દ્રસિંહ ઝાલા એ આપેલ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.