બેદરકારી:નડિયાદ શહેરના માર્ગો પર ઠેર ઠેર પ્લાસ્ટિક વેસ્ટના ઢગલાં

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રખડતી ગાયો પ્લાસ્ટિક ખાતી હોવાથી જોખમ

નડિયાદ શહેરમાં પ્લાસ્ટિક યુક્ત કચરો ખાવાને કારણે રખડતા પશુઓના મૃત્યુ દરમાં વધારો થયો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં કચરા પેટી બહાર પડેલ કચરો રખડતા ઢોરો આરોગતા હોય છે. જે કચરો તેમના પેટમાં જમા થતા આખરે તેનું મૃત્યુ થતુ હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.પશુ ડોક્ટર ડી.જી પટેલના જણાવ્યા મુજબ રખડતી ગાયો ખુલ્લામાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના કચરાને ખાવાનું પહેલા પસંદ કરે છે. જેને કારણે રસ્તે પડેલો કચરો આરોગીને બિમારીનો ભોગ બની રહી છે.

ખાદ્ય પદાર્થોને પ્લાસ્ટિકના પેકિંગમાં ખુલ્લામાં ફેંકવામાં આવતા તેનો સૌથી વધારે ભોગ રખડતી ગાયો બને છે. આ પ્લાસ્ટિકને ખોરાક સમજી ખાતા તે પ્લાસ્ટિક ગાયના પેટમાં વર્ષો સુધી પચ્યા વિના પડી રહે છે. કચરો ભરાવવાના કારણે અમુક સમયે ગાયને પેટમાં પોતાના બચ્ચા ઉછેરવા જેટલી જગ્યા રહેતી નથી. જેને કારણે ગાયોના મૃત્યુ થાય છે.

ગાયના રૂમેઇનની 200 થી 250 કિલોની કેપેસિટી હોય છે. એક સમય બાદ બહારનો કચરો આરોગીને રૂમેન ફુલ થઇ જવાને કારણે પશુ મૃત્યુ પામે છે. ત્યારે શહેરવાસીઓ કચરાને કચરાપેટીમાં નાખે તો ગાયોને પ્લાસ્ટિકથી થતા નુકસાનથી બચાવી શકાય છે. નડિયાદ શહેરના મિલ રોડ થી કપડવંજ રોડ તરફ જતા માર્ગ ઉપર પર ઠેર ઠેર કચરાના ઢેર રખડતી ગાયો માટે ખાવાના સ્થળ બની ગયા છે. જ્યા કચરો આરોગતી ગાયોના માલિકોએ સત્વરે ચેતવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...