વિવાદ:તું મારા ભાઇને ચઢાવે છે તેમ કહી આધેડને ફટકાર્યો

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલના ભરકુંડામાંજાનથી મારી નાંખવાની ધમકી

કઠલાલના ભરકુંડામાં સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થઇ હતી. આધેડ ઇસમને તુ જ તારા ભાઈને મારા વિરુદ્ધમાં ખોટી ચડામણી કરી અમારી સાથે ઝઘડો કરે છે કહી લાકડી અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કઠલાલના ભરકુંડા સરકારી હોસ્પિટલ પાસે સજનબેન પરિવાર સાથે રહે છે. સોમવારના રાતના દસેક વાગ્યાના અરસામાં તેઓ અને તેમના પતિ ઘરે હાજર હતા તે સમયે રોડની બાજુની સાઇડે કોઇ બોલાચાલી કરી ઝઘડો કરતા હોવાનો અવાજ આવ્યો હતો.

જેથી સજનબેન અને તેમના પતિ રાજાભાઇ જોવા જતા સજનબેનના દિયર જુવાનભાઇ સાથે ઘર આગળ રહેતા ભગવાનભાઇ અને દિનેશભાઇ ઝઘડો કરી ગાળાગાળી કરતા હતા. જેથી સજનબેનના પતિ રાજાભાઇએ દરમિયાનગીરી કરી બંને પક્ષે સમાધાન કરાવી દિયર જુવાનભાઇને ઘેર લઇ આવ્યા હતા.

તેની થોડીવાર બાદ ભગવાનભાઇ અને દિનેશભાઇ હાથમાં લાકડી લઇ આવી ગાળો બોલી હતી અને કહ્યું હતું કે તું જ તારા ભાઈને મારા વિરુદ્ધમાં ખોટી ચડામણી કરી અમારી સાથે ઝઘડો કરે છે કહી ભગવાનભાઇએ હાથમાં રહેલ લાકડી રાજાભાઇને માથામાં મારી ઇજા પહોંચાડી હતી જ્યારે દિનેશભાઇએ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે કઠલાલ પોલીસે ભગવાનભાઇ અને દિનેશભાઇ ડાભી વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...