ફરિયાદ:આડા સંબંધનો વહેમ રાખી યુવકને માર મારતાં બેભાન

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઠાસરાના અકલાચા ગામે બનેલી ઘટના
  • યુવક ભાનમાં આવતાં સમગ્ર હકીકત બહાર આવી

ઠાસરાના અકલાચા ગામે રહેતા કાભઇભાઇ પરમાર ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે.તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તા.4 નવેમ્બરના રોજ રાતના આઠેક વાગ્યાના અરસામાં દિકરો બળવંત ઉં.30 ઘરની બહાર ખુલ્લી જગ્યામાં સુઈ રહ્યો હતો. બીજા દિવસે જાગીને જોતા બળવંત પર ખાટલામાં જોવા મળ્યા ન હતા. જેથી બળવંતની તપાસ કરતા નજીકના તમાકુના ખેતરમાંથી મળ્યો હતો અને તેને માથામાં અને કપાળ પર ઇજા પહોંચી હોવાથી તે બેભાન અવસ્થામાં હતો.

જેથી રણજીતને તાત્કાલિક સારવાર અર્થે ડાકોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી નડિયાદ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે ભાનમાં આવતા સમગ્ર બનાવ અંગે પૂછપરછ કરતા તેણે કહ્યુ હતુ કે ઘર નજીકમાં રહેતા મંગળભાઇ પરમાર તેમના પત્ની અને રણજીતની વચ્ચે કોઇ સંબંધ છે તેવો ખોટા શક કરી મારમાર્યો હોવાનુ જણાવ્યુ હતુ. સમગ્ર બનાવ અંગે ડાકોર પોલીસે મંગળભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...