બેજવાબદારી:નડિયાદના મહાગુજરાત રોડ પર આડેધડ પાર્કિંગથી પડતી હાલાકી

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાશવારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા અટવાતા વાહનચાલકો
  • કોમ્પલેક્ષના પાર્કિંગમાં ગંદકી હોવાને કારણે રોડ પર જ વાહનનો ખડકલો

નડિયાદ શહેરના મહાગુજરાત હોસ્પિટલ પાસે આવેલ કોમ્પલેક્ષમાં કામ અર્થે આવતા લોકો દ્વારા રસ્તા પર વાહન પાર્ક કરવામાં આવતા રસ્તાની પહોળાઇનો 30 ટકા વિસ્તાર આવરી લેતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવાની વારી આવી હતી. સવારના આશરે 8 વાગ્યાથી શરૂ થઈ જતા વાહન વ્યવહાર રાત્રીના 10 સુધી શાંત થાય છે જે દરમ્યાન શહેરીજનો રસ્તા પરથી વાહન પસાર કરવામાં ત્રાહિમામ પોકારી ઉઠે છે.

શહેરના હાર્દસમા વિસ્તાર એવા કોલેજ રોડ પર કોલેજ તથા હોસ્પિટલને કારણે ઉપરાંત શહેરનો મુખ્ય માર્ગ હોઇ વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં રહે છે. મહાગુજરાત હોસ્પિટલ પાસે આવેલ કોમ્પલેક્ષમાં બેંકો તથા વિવિધ ઓફિસ હોવાને કારણે લોકોની અવરજવર વધુ પ્રમાણમાં રહે છે.

ઉપરાંત કોમ્પલેક્ષનો અંદર ગ્રાઉન્ડ પાર્કિંગ વિસ્તાર ગંદકીથી ભરપૂર હોવાને કારણે લોકો રસ્તા પાસે વાહન મુકવા મજબૂર બન્યા છે. જેને કારણે રસ્તાનો પોણા જેટલો પટ્ટો વાહનોથી ભરાઇ જતા રસ્તા પરથી અવરજવર કરતા લોકોને હાલાકી વેઠવાની વારી આવી છે. તથા બાજુમાં હોસ્પિટલ હોવાને કારણે અમુક સમયે ઇમર્જન્સી વેળાએ વખતે ટ્રાફિક રહેતા એમ્બ્યુલન્સને પસાર થવામાં મુશ્કેલી પડવાની શક્યતા સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...