આગામી તા.29 મેના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નડીયાદની મુલાકાતે આવી રહ્યા છે, જે અગાઉ શુક્રવારે ગ્રૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નડિયાદની મુલાકાત લીધી હતી. જે દરમિયાન જિલ્લામાં જુદા જુદા સ્થળો પર અધિકારીઓ અને પક્ષના હોદ્દેદારો, કાર્યકરો સાથે તૈયારીની સમીક્ષા કરી હતી.
ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલ હેલીપેડ મેદાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો જાહેર કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ગૃહ મંત્રીના વરદ હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નીગમ દ્ધારા નવનિર્મિત પોલીસના રહેણાંક, બિનરહેણાંક આવાસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
રાજ્ય સરકાર ગુજરાતના નાગરીકોની સુખસુવિધામાં ઉત્તરોતર સુધારો કરી રહી છે. ત્યારે રૂા.23454.08 લાખના ખર્ચે બનેલ અને 19 રહેણાંક અને 29 બિન રહેણાંક આવાસોના લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીયગૃહ મંત્રી અમિત શાહના હસ્તે યોજાશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ગુજરાત વિધાનસભા દંડક પંકજભાઈ દેસાઈ, રેન્જ આઈ.જી. શ્રીવી.ચંદ્રશેખર, આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણી, ખેડા જિલ્લા ડી.ડી.ઓ. મેહુલ દવે, એસ.પી. રાજેશ ગઢીયા, આણંદ એસ.પી અજિત રાજીઆન સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.