માંગણી:GETCOના આઉટસોર્સિંગ કર્મીઓ દ્વારા પગાર પોલીસી બદલવા રજૂઆત

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓની કામગીરી સરખી છતાં પગારમાં ફેરફાર

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ની પેટા કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO)ના આઉટસોર્સિંગના 50 થી વધુ કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ કરાર આધારીત કર્મચારીઓ દ્વારા 15 વર્ષથી 66 કેવી સબ સ્ટેશને ફરજ બજાવે છે. તેઓ SBO અને EIA ના પોષ્ટ તી ફરજ બજાવે છે.

આજ કામ GETCO ના કાયમી કર્મચારીઓ પણ કરે છે. પરંતુ બંનેના પગાર ધોરણમાં બહુ મોટો ફરક છે. કામદારો હાઈવોલ્ટેજમાં કામ કરતા હોય તેમ છતાં કાયમી GETCOના કર્મીઓની સરખામણીએ કોન્ટ્રાક્ટ કર્મીઓનું વધારે શોષણ થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આઉટસોર્સિંગના કર્મચારી કે જેઓ સતત 245 દિવસ કાર્ય કર્યું હોય તેવા તમામ કર્મચારીઓને આઈ.ડી. એક્ટ મુજબ તેમજ વડી કચેરીના ચુકાદા મુજબ કાયમી કરી તમામ લાભો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...