ફ્રુટના ભાવ ઊંચકાયા:ગૌરીવ્રત ટાંણે સૂકો મેવો કડવો થયો, ખેડા જિલ્લામાં ફ્રુટ અને ફરાળી વસ્તુઓમા 5થી 10 ટકાનો વધારો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેસ, તેલ અને પરિવહનના ખર્ચાળ વધતાં ભાવ વધ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે

ગૌરીવ્રતનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ખેડા જિલ્લામાં કુવારીકાઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી ગૌરીવ્રતને લઈને કુવારિકાઓ ગોરમાની પૂજન અર્ચન કરી વ્રતનું પ્રારંભ કર્યુ છે. આ પહેલા જિલ્લાના બજારોમાં ખાઉની ખરીદી માટે લોકો ઉમટ્યાં છે. ગૌરીવ્રત ટાંણે સૂકો મેવો, ફળફળાદિ સહિત ફરાળી ખાદ્યવસ્તુઓમા 5થી 10 ટકાનો વધારો ગયા વર્ષની સરખામણીમાં નોધાયો છે.

કુંવારિકાઓ દ્વારા સાત જાતના ધાન છાબડીમાં વાવી જવારા કર્યા
રવિવારથી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. ત્યારે કુવારીકાઓ દ્વારા છાબડીમાં જવારાઓની વાવણી કરી દેવામાં આવી છે. કુવારિકાઓ ગોરમાની આરાધના કરી ઉપવાસ સાથે વ્રત કરવાનું શરૂ કર્યું છે. ગૌરીવ્રતની સાથે સાથે જયાપાર્વતી વ્રતનો પણ પ્રારંભ થશે. ગૌરીવ્રત તથા જયાપાર્વતી વ્રતને લઈને કુવારીકાઓ તેમજ મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કુંવારિકાઓ દ્વારા સાત જાતના ધાન છાબડીમાં વાવી જવારા ઉગાડવામાં આવ્યા છે અને રવિવારે સવારે મંદિરમાં પૂજા અર્ચના કરી ગૌરીવ્રતનો પ્રારંભ કર્યો છે. ગૌરીવ્રતને લઈને જિલ્લાના બજારોમાં ખાઉની ખરીદી ધીમે ડગલે શરૂ થઈ ચૂકી હતી.

ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા ફ્રુટના ભાવ પણ ઊંચકાય છે
ખાસકરીને વ્રતના ટાંણે સૂકો મેવો કડવો થયો છે. આ ઉપરાંત ફ્રુટ, ફરાળી વસ્તુઓમા 5થી 10 ટકાનો વધારો થયો છે. તાજેતરમાં તેલ, ગેસ‌સિલિન્ડર સહિત પરિવહનમાં ભાવ ઊંચકાતા આ ભાવ વધ્યા હોવાનુ વેપારી વર્ગ જણાવી રહ્યાં છે. આ સાથે સાથે જેલી ચોકલેટ, ફરાળી બિસ્કીટ તેમજ ચીકીના ભાવ પણ ઊંચા રહેવા પામ્યા છે. તો વળી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા ફ્રુટના ભાવ પણ ઊંચકાય છે. જેમાં ખાસ‌ કરીને કેરી, સફરજન, ડ્રેગન જેવા ફ્રુટ મોઘા થયા છે.

ગૌરીવ્રત ટાંણે સૂકો મેવો કડવો લાગશે
ગૌરીવ્રત ટાણેજ કાજુના કિલોના ભાવ 800 થી 1000 રૂપિયા છે. બદામના કિલોના ભાવ 700થી 800 રૂપિયા છે. દ્રાક્ષના કિલોના ભાવ 300થી 400 રૂપિયા છે. અંજીરના કિલોના ભાવ 800થી 1000 રૂપિયા છે. ખારેકના કિલોના ભાવ 280થી 350 રૂપિયા છે. કોપરાના કિલોના ભાવ 240થી 280 રૂપિયા છે. રેવડીના કિલોના ભાવ 100થી 120 રૂપિયા છે. અખરોટના કિલોના ભાવ 600થી 700 રૂપિયા છે. આલુના કિલોના ભાવ 400થી 600 રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...