મહુધાના મોટી ખડોલમાં શ્રમિકના ઘરનો સામાન ફેંદવા બાબતે ઝઘડો થયો હતો. શ્રમિકે તું કેમ મારા છાપરામાં આવી મારો સામાન ફેંદે છે કહેતાં યુવક ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરી ફરાર થઇ ગયો હતો. દાહોદના ખંગેલા ઘેડ ફળિયામાં રહેતા અને હાલ મહુધાના મોટી ખડોલમાં મોતીયાભાઇ મેડા પરિવાર સાથે રહી પાલિકાના સીસીરોડ બનાવવાની મજૂરી કરે છે.
ગુરૂવારે મોતીયાભાઇ મજૂરી કામ કરી તેમના છાપરામાં ગયા હતા. તે સમયે એક ઇસમ છાપરામાં રહેલ માલ-સામાન ફેદતો હતો તેથી નજીક જઈને જોતા તે ધર્મેશ તળપદા હતો તેથી મોતીયાભાઇએ તેને તુ કેમ મારા છાપરામાં આવી મારો સામાન ફેંદે છે કહેતા તે એકદમ ઉશ્કેરાઈ જઇ ઝઘડો કરી ઝપાઝપી કરી ભાગી ગયો હતો. આ સમગ્ર બનાવ અંગે મહુધા પોલીસે મોતીયાભાઇ ઉર્ફે મીથુન માનીયાભાઇ મેડા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. જ્યારે સામાપક્ષે મિતિયા માણીયાભાઇ મેડા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
આ માર્ગ અમારી સ્વચ્છતામાં નથી આવતો
આ રોડ અમારી સ્વચ્છતામાં આવતો નથી અને યાત્રાધામ વિકાસ બોર્ડની એજન્સી અહીંયા સ્વચ્છતા કરી રહી છે. આજુબાજુની દુકાનના અને તેઓના કર્મચારીઓ જ આ કચરાપેટીની આજુબાજુના ભાગમાં કચરો નાખે છે. = પરમાર મેહુલ, સેનેટરી ઇન્સ્પેક્ટર, ડાકોર નગરપાલિકા.
કચરો બહાર ન કાઢો તો કચરો ઉભરાય
નગરપાલિકા ડાકોર દ્વારા આ કચરાપેટીમાંથી કચરો બહાર કાઢવામાં ન આવે તો કચરો બહાર જ પડે અને આજુબાજુની તમામ દુકાનદારો તેઓનો કચરો આ કચરાપેટીની આજુબાજુ નાખે છે. અમારો કોઈ કર્મચારી આ કચરાપેટીની આજુબાજુમાં કચરો નાખતો નથી. -મીત ભટ્ટ, સુપરવાઈઝર, એક્વા ફેસીલીટી (યાત્રાધામ વિકાસ બોર્ડની નિમેલી એજન્સી).
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.