ઉત્તરાયણ પર્વને આડે હવે માંડ બે દિવસ બાકી છે. તેવામાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે વિવિધ નંબરો પણ જારી થયા છે. ખાસ કરીને રાજ્ય સરકારના કરૂણા અભિયાન આ તહેવાર નિમિત્તે ખડેપગે રહેનાર છે. તેવામાં કેટલીક સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે અને ઘાયલ અને ફસાયેલા પક્ષીઓની મફત સારવાર 108 ગતિએ કરશે.
નડિયાદના જૈન એલર્ટ ગ્રુપ દ્વારા પક્ષીઓને 108ની ગતિએ સારવાર મળશે
કરૂણા અભિયાનના કર્મચારીઓ સહિત ફોરેસ્ટ ખાતુ પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે શનિવાર અને રવિવારના રોજ પશુ, પક્ષીઓ માટે ખડેપગે સેવા આપનાર છે. આ સાથે કેટલીક સામાજિ, સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ દિવસોમાં આગળ આવશે અને પતંગ, દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર કરશે. નડિયાદના જૈન એલર્ટ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઘાયલ પક્ષિઓને સારવાર કરનાર છે.
તમારા એક ફોનથી ઘાયલ પક્ષીઓની સારવાર અને જીવ બચી જશે
ઘાયલ અને ફસાયેલા પક્ષીઓની મફત સારવાર કેન્દ્ર તથા કલેક્શન સેન્ટર પણ ખોલવામાં આવશે. આ પર્વ નિમિત્તે નડિયાદ જૈન સમાજના યુવાનો દ્વારા ઉતરાયણ ટાણે ઘાયલ પક્ષીઓની મફત સારવારનું સેવાકીય અભિયાન ચલાવવામાં આવે છે. કીડની હોસ્પિટલ સામે સુપાશ્વૅનાથ જૈન દેરાસર પાસે પક્ષીઓની મફત સારવાર કેન્દ્ર તથા કલેક્શન સેન્ટર ખોલવામાં આવનાર છે. શહેરના કોઈપણ વિસ્તારમાંથી ફોનથી સંપર્ક કરતા આ ગૃપના યુવાનો માત્ર 10 મિનિટના સમયમાં પહોચી જશે. અને ઘાયલ પક્ષીની પ્રાથમિક સારવાર આપી ત્યારબાદ જીલ્લા આરોગ્ય કેન્દ્રમાં પહોંચતું કરવાની વ્યવસ્થા કરશે. આ માટે હેલ્પ લાઇન નંબરો પણ જારી કર્યા છે. 9426747410 જૈનમ શાહ, 7284805601 મીત પટેલ, 9428077677 જીગ્નેશ શાહ, તમારા એક ફોનથી ઘાયલ પક્ષીઓની સારવાર અને જીવ બચી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.