સંપૂર્ણ બહુમતી:કઠલાલ નગરપાલિકામાં હવે સંપૂર્ણ ભગવો

નડિયાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાયકલ હવે ભાજપમાં ભળી, 9 સભ્યોએ કેસરિયો ધારણ કર્યો. - Divya Bhaskar
સાયકલ હવે ભાજપમાં ભળી, 9 સભ્યોએ કેસરિયો ધારણ કર્યો.
 • સ.પા.માંથી ચૂંટણી જીતેલા સભ્યો 9 સભ્યોએ કેસરિયો ધારણ કર્યો, પાલિકામાં ભાજપનું સંખ્યાબળ 24 થતાં સંપૂર્ણ બહુમતી

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ખેડા જિલ્લાના રાજકારણમાં હરરોજ નવા રંગ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય સહિતની મોટી ફોજ ભાજપમાં જોડાઈ હતી. જે બાદ શનિવારે કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સભ્ય પ્રશાંત પટેલ સહિત 9 પાલિકા સભ્યો શનિવારે ભાજપમા જોડાતા વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપ વધુ મજબૂત થયો છે. મહત્વની વાત છેકે વર્ષ 2016માં આજ પ્રશાંત પટેલે કઠલાલ નગરપાલિકાની ચૂંટણીમાં તમામ 23 બેઠકો પર જીત મેળવી ભાજપને ક્લિન સ્વિપ કરી નાખ્યું હતું.

શનિવારે બપોરે 3 વાગ્યે નડિયાદ કમલમ ખાતે કઠલાલ નગરપાલિકાના 9 સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. જિલ્લા પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ, પ્રમુખ વિજય પટેલ, જાનવી વ્યાસના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી કે કઠલાલ નગરપાલિકાના આ 9 સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. કઠલાલના આગેવાનો સાથે આવેલા કાર્યકરોએ આ પ્રસંગને ફટાકડા ફોડી ઉજવ્યો હતો. અત્યાર નગર પાલિકામાં ભાજપ સત્તામાં છે. અગાઉ 15 સભ્યો ભાજપમાં હતા, હવે 9 જોડાતા ભાજપની અાખેઅાખી બહુમતી થઇ જવા પામી છે.

કયા કયા સભ્યો ભાજપમાં જોડાયા

 • પ્રશાંત પટેલ
 • જસભાઈ ક્રિશ્ચિયન
 • સંગીતાબેન પટેલ
 • તેહસીનબાનુ ચૌહાણ
 • નિલેશ પરમાર
 • ગણપતસિહ પરમાર
 • ભુરીબેન સોલંકી
 • મંજુલાબેન થોરી
 • અનિષાબેન મલેક નો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...