ટ્રાફિક ચક્કાજામ:નડિયાદ ઘોડિયા બજારથી પીજ ભાગોળ રોડ આડેધડ પાર્કિંગથી ટ્રાફિક ચક્કાજામ

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ઘોડિયા બજારથી પીજ ભાગોળ જવાના રોડ પર આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે. જેથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ઘણી જ હાલાકી વેઠવી પડે છે.

રોડની બંને બાજુ દુકાનો આગળ આડેધડ વાહનો ઉભા રાખતા હાલાકી
નડિયાદ શહેરના રાજમાર્ગો પર દિન પ્રતિદિન વાહનોની અવાજ જવાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરના હાર્દસમા વિસ્તારમાં સરદાર સ્ટેચ્યુથી ડભાણ અમદાવાદી બજાર ચાવડા બજારના રસ્તા ઘણા સાંકડા છે. જેથી રીક્ષા તેમજ ટુ વ્હીલર વાહનોને અવરજવર કરવા ઘણી મુશ્કેલી પડે છે. આવી જ રીતે નડિયાદ ઘોડિયા બજારથી સમજુ લક્ષ્મી હોસ્પિટલ થઈ પીજ ભાગોળ તરફના રોડની બંને બાજુ દુકાનો આગળ આડેધડ વાહનો ઉભા રાખવામાં આવતા હોય છે.

આડેધડ વાહનોના પાર્કિંગથી સર્જાતી સમસ્યાનું નિરાકરણ ક્યારે
ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ પાછળ આવેલા કોમ્પ્લેક્સમાં પાર્કિંગની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘોડિયા બજારથી હીજડાવાડ પીજ ભાગોળ તરફના રોડ પર આડેધડ ટુ-વ્હીલર ના પાર્કિંગના કારણે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે. શ્રી મૂર્તિ કોમ્પ્લેક્સ પાછળ હોસ્પિટલો આવેલ છે. ત્યારે સાંકડા રોડની બંને બાજુ આડેધડ વાહનોના પાર્કિંગથી સર્જાતી સમસ્યાનું નિવારણ લાવવા માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...