છેતરપિંડી:એમેઝોનમાં નોકરીની લાલચ આપી 87 હજારની છેતરપિંડી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નડિયાદ શહેરના આધેડને એમેઝોન કંપનીમાં નોકરી મેળવવાની લાલચમાં પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. સોશિયલ મિડિયામાં આવેલ જાહેરાતમાં આપેલ લિંકના આધારે રૂ 87 હજારની ખરીદી કરી હતી. જે ખરીદી કેન્સલ કરી પૈસા પાછા આવી જશે કહ્યુ હતુ. પરંતુ પૈસા કે નોકરીનો લેટર ન મળતા છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડયુ હતુ.

નડિયાદના અનેરી હાઈટસમાં રહેતા અનિલકુમાર કુરીયન તા 29 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયામાં ફેસબુક જોતા હતા. તે સમયે તેમાં એમેઝોન કંપનીમાં ઓનલાઇન જોબ મળશે તેવી જાહેરાત જોઇ હતી અને તેની બાજુમાં એપ્લાય નાઉ પર ક્લીક કરતા એક ફોર્મ ખુલ્યુ હતુ જેમાં તેમનું નામ અને મોબાઇલ નંબર દેખાતો હતો. તેની થોડીવાર બાદ મોબાઇલમાં એક મેસેજ આવ્યો હતો જેમાં જણાવ્યુ હતુ કે એમેઝોનમાં ઓનલાઇન નોકરી કરવા માટે સહમત હોય તો નીચે લીંક ઓપન કરો, જેથી અનિલકુમારે તે લિંક ઓપન કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી તેના રૂા. 300 સભ્ય ફી ભરી હતી.

જેની થોડીવાર બાદ ફરી વોટ્સએપ નંબર પર રૂા. 1 હજારની કોઈ ચીજવસ્તુ એમેઝોનમાં ઓનલાઇન પ્રોડક્ટ ખરીદવાનુ ટાસ્ક આપ્યો હતો. જે ખરીદી પાછળથી કેન્સલ કરી પૈસા પાછા આવી જશે અને કમિશન પણ મળશે તેમ ચેટમાં જણાવતા તેને ગુગલ પે મારફતે અલગ અલગ ટ્રાન્ઝેકશન થકી રૂા. 87,708ની ખરીદી કરી હતી. જો કે સમય વીતતા નોકરીનો જોબ લેટર નહિ મળતા તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...