તોડબાજ પોલીસકર્મીઓની બદલી:નડિયાદમાં ટ્રેનમાંથી ઝડપાયેલા દારૂના તોડ મામલે ચાર રેલવે પોલીસ કર્મીઓની બદલી કરાઈ

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચ અધિકારીઓએ ચાર પોલીસ કર્મીની બદલીનો ઓર્ડર આપ્યો

નડિયાદમાં થોડા દિવસ અગાઉ નડિયાદ રેલવે પોલીસે ટ્રેનમાંથી એક બુટલેગરને દારૂ સાથે પકડી પાડ્યો હતો. આ મામલે તોડ કરવા જતા ચાર રેલવે પોલીસ કર્મીઓનો મામલો સામે આવ્યો હતો. જેથી આ ચાર રેલવે પોલીસ કર્મીઓની ઉચ્ચ અધિકારીઓ દ્વારા બદલીના ઓર્ડર અપાયો છે.

પહેલી જુલાઈના રોજ સાંજના સુમારે અમદાવાદ જતી કર્ણાવતી ટ્રેનમાંથી એક બુટલેગરને નડિયાદ રેલવે પોલીસ મથકના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ઉર્ફે જેકી દાદા, હેડ કોન્સ્ટેબલ ઇલાબેન તથા રીટાબેન અને પોલીસ કોન્સ્ટેબલ રાકેશ ભીમરાવનાઓએ પ્લેટફોર્મ નંબર-2 પરથી પકડી પાડ્યો હતો‌. પોલીસે બુટલેગર પાસેથી વિદેશી દારુનો જથ્થો લઇ શ્રેયસ ગરનાળા પાસે લઈ જઈને 25 હજારનો તોડ કરી જવા દીધો હોવાના આક્ષેપો થયા હતા.

આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં વડોદરાના ઇન્ચાર્જ ડીવાયએસપી દ્વારા આચાર્ય પોલીસ કર્મીઓનું જિલ્લા બહાર બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...