રિમાન્ડ મંજૂર:મહેમદાવાદ રેલવે પોલીસ પર જીવણેલ હુમલો કરનાર ચાર આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ગુનામાં અન્ય 3ને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી

મહેમદાવાદ રેલવે પોલીસના બે કર્મચારીઓ ઉપર હુમલો કરનાર ચાર વ્યક્તિઓને ગણતરીના કલાકમાં રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા. આજે મહેમદાવાદ કોર્ટમાં આરોપીને રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે ચાર આરોપીઓના 4 દિવસના રીમાન્ડ મેળવ્યા છે.
પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીને દબોચી લીધા
મહેમદાવાદ રેલવે સ્ટેશન પર પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો થયો હતો. ત્યારો પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સ્ટાફની મદદથી આ ગુનામાં સંડોવાયેલ આરોપી (1) સાહિલ ઉર્ફે દિવાન સઓફ નજીરભાઇ ગકુરભાઇ રહે,ભોલાપોળ સાંઇબાબાના મંદિરની સામેની ગલી મહેમદાવાદ જિ.ખેડા (2) સાગર બિપીનભાઇ પરમાર ઉ.વ.25 રહે. પૃથ્વી કોમલેક્ષની બાજુમા જુની જીમની બાજુમાં મહેમદાવાદ જી.ખેડા (3) કિશનભાઈ રવીભાઇ ઠાકોર ઉ.વ.22 રહે.ગુજરાત હાઉંસીંગ બોર્ડ નં.177 નાની મહેમદાવાદ જી.ખેડા (4) દેવ ઉર્ફે રઇશ અરવિંદભાઇ તળપદા ઉ.વ.18 રહે.ભોઇવાડા મહેમદાવાદ પકડી પાડ્યા હતા.
​​​​​​​પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા
આજે મહેમદાવાદ કોર્ટમાં આરોપીને રીમાન્ડ માટે રજૂ કર્યા હતા. જ્યાં આ ઝડપાયેલા આરોપીઓના સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગુનામાં અન્ય 3ને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...