ઉચાપત:વસોના પલાણા ITIના પૂર્વ સિનિયર ક્લાર્કે રૂપિયા 95.82 લાખનો ચૂનો ચોપડતા ફરિયાદ

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2010 થી 2018 દરમિયાન સરકારી નાણા અંગત ખર્ચ માટે વાપરી નાખ્યા

વસોના પલાણા ગામ સ્થિત સરકારી આઈ.ટી.આઈ ના પૂર્વ ક્લાર્ક એ આઈ.ટી.આઈ ના રૂપિયા 95 લાખ 82 હજાર 708 રૂપિયા પોતાના અંગત કામે વાપરી નાખી કાયમી ઊંચાપત કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાય છે.

આ નાણાં આઈટીઆઈમાં પરત જમા કરાવ્યા ન હતા
વસોના પલાણા ગામ ખાતે આવેલ સરકારી આઈ.ટી.આઈ માં સિનિયર ક્લાર્ક કમ કેશિયર તરીકે વી.એન ઠક્કર ફરજ બજાવતા હતા તે હાલ અમદાવાદ સરસપુર આઈ.ટી.આઈમાંથી નિવૃત્ત થયા છે પલાણા આઈ.ટી.આઈ માં સિનિયર ક્લાર્ક કમિશનની ફરજ દરમિયાન વી એન ઠક્કરે તા.01/04/2010 થી તા.31/03/2018 સુધીના સમયગાળા દરમિયાન અલગ-અલગ નાણાકીય વર્ષમાં આઈ.ટી.આઈ ના રૂપિયા 95 લાખ 82 હજાર 708 પોતાના અંગત કામે વાપરી નાખ્યા હતા બાદ તેમણે આ નાણા આઈટીઆઈમાં પરત જમા કરાવ્યા ન હતા.

પલાણા‌ આઈટીઆઈના હાલના આચાર્ય એ પૂર્વ ક્લાર્ક સામે ફરિયાદ નોંધાવી​​​​​​​
દરમિયાન પલાણા આઈ.ટી.આઈ નું તાજેતરમાં ઓડિટ કરવા આવ્યું હતું જેમાં આઈ.ટી.આઈના પૂર્વ સિનિયર ક્લાર્ક કમ કેશિયર વી એન ઠક્કરે આચરેલ ઉચાપત બહાર આવી હતી જેથી ઉચ્ચ કક્ષાએથી તેઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ થયો હતો. જેના અનુસંધાને પલાણા‌આઈટીઆઈના હાલના આચાર્ય કમલેશકુમાર હસમુખલાલ સોની રહે ગોધરાએ આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈટીઆઈના પૂર્વ સિનિયર ક્લાર્ક કમ કેશિયર વી એન ઠક્કર વિરુદ્ધ કાયમી ઉચાપતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે

અન્ય સમાચારો પણ છે...