બીજી ઈનિંગ:કઠલાલના પૂર્વ ધારાસભ્ય 6 વર્ષના વિરામ બાદ ભાજપમાં

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 168 સમર્થકો સાથે કેસરિયો પહેર્યો

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે નેતાઓની રાજકીય અદલાબદલી શરૂ થઈ ગઈ છે, કઠલાલ વિધાનસભાના પૂર્વ કોંગી ધારાસભ્ય ઘેલાજી ઝાલા મંગળવારે નડિયાદ કમલમ ખાતે તેમના સમર્થકો અને કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા.

2007 થી 2012 સુધી કઠલાલ વિધાનસભાના ધારાસભ્ય રહેલા ધેલાભાઇ ઝાલા ભાજપમાં જોડાયા છે. વર્ષ 2012 માં તેઓને ટિકિટ નહી મળતા તેઓ રાજકારણથી દુર થઈ ગયા હતા. 6 વર્ષના વિરામ બાદ હવે ફરી રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો હતો. નડિયાદ સ્થિત કમલમ ખાતને મંગળવારે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલના અધ્યક્ષ સ્થાને 18 જેટલા સમર્થકો અને 150 કાર્યકરો સાથે ઘેલાજીએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...