નિતીન પટેલ ડાકોરના દ્વારે પહોંચ્યાં:પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પોતાના પરિવાર સાથે ડાકોરમાં ઠાકોરના દર્શન કર્યા

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં વહીવટી તંત્ર એ તો હાશકારો લીધો છે. સાથે સાથે નેતાઓએ પણ હાશકારો લીધો છે. હવે મંત્રી મંડળમાં સમાવેશની લોબી ચાલી રહી છે. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પોતાના પરિવાર સાથે ડાકોરમાં ઠાકોરના દર્શન કરવા આજે રવિવારે પહોંચ્યા હતા.

રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવી
પૂર્વ મુખ્યમંત્રી નિતીન પટેલ રવિવારના રોજ રાજ્યના મીની દ્વારકા ગણાતા રાજા રણછોડરાયની પવિત્ર ભૂમિ ડાકોર ખાતે આવી પહોંચ્યા હતા. આહીયા રાજાધિરાજના દરબારમાં પૂર્વ મંત્રીએ શીશ નમાવી આર્શીવાદ મેળવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજા રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નીતિન પટેલે પોતાના સહ પરિવાર સાથે ડાકોરના ઠાકોરના દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...