નડિયાદ તાલુકાના ગુતાલ નેશનલ હાઇવે નં-48 ના ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડ પરથી અકસ્માતગ્રસ્ત કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે. નડિયાદ ગ્રામ્ય પોલીસ પેટ્રોલિંગમાં નીકળતા કાર અકસ્માતગ્રસ્ત જોવા મળતા તલાશી લેતા કારમાંથી રૂ 1.24 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે.
નડિયાદ ગ્રામ્ય પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં નીકળી હતી. દરમિયાન ગુતાલ ઓવરબ્રિજ સર્વિસ રોડ તરફ એક કાર ડીવાઇડર સાથે અથડાતા અકસ્માતગ્રસ્ત હાલતમાં પડેલી જોવા મળી હતી. જેથી નડિયાદ ગ્રામ્ય પોલીસે કારની તલાસી લેતા કારની સીટમાંથી અને કારની ડેકીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ બનાવમાં નડિયાદ ગ્રામ્ય પોલીસે વિદેશી દારૂની 18 પેટીમાંથી 90 બોટલ રૂા.1,24,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે અકસ્માત કરી કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે કારના અજાણ્યા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી નંબર પ્લેટના આધારે તેના માલિકની શોધખોળ હાથ ધરી છે. ખેડામાં છેલ્લા કેટલાય સયમથી મોટા પાયે વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યું છે ત્યારે બુટલેગરો પર સકંજો કશે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.