કાર્યવાહી:રેલીયા ચેકપોસ્ટ પરથી ટ્રકમાંથી વિદેશી દારૂ મળ્યો, પોલીસે રૂ 7.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજના રેલીયા ચેક પોસ્ટ પર પોલીસે ચેકીંગ દરમિયાન ટ્રકમાંથી 11 હજારનો વિદેશી દારૂ મળી કુલ 7.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કપડવંજ ગ્રામ્ય પોલીસની ટીમ કપડવંજ-મોડાસા રોડ પર આવેલ રેલીયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી તે સમયે એક ટાટા એલ. પી. ટી ટ્રક પસાર થતા તેને શંકાના આધારે ઉભી રાખી તપાસ કરી હતી.

જેમાં કેબિનમાં તપાસ કરતા પોલીસ ટીમને વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ ટીમે વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા મનીષ ડાંગીનુ હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસ ટીમે વિદેશી દારૂની બોટલ નંગ-12 કિ રૂ 11,820,મોબાઇલ કિ રૂ 5 હજાર, ટ્રક કિ રૂ 7 લાખ મળી કુલ રૂ 7, 16, 820 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે મનીષ દેવીલાલ ડાંગી અને બંસીલાલ ઉર્ફે સુભાષ દાલચંદ કીર વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...