સુવિધા:નડિયાદ સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ શરૂ, પાટા ઓળંગવાનું જોખમ ટળ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલ્વે સ્ટેશન પર રૂા. 2.25 કરોડના ખર્ચે તૈયાર સુવિધાનું લોકાર્પણ

નડિયાદ સ્ટેશન ખાતે રેલવે ફુટ ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે રૂ. 2.25 કરોડના નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે દેવુસિંહે જણાવ્યું હતુ કે નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો બ્રિજ પણ રેલ્વે સ્ટેશન પર બનાવવાની યોજના છે. તેમજ ફુટ ઓવર બ્રિજની બંને બાજુ લિફટનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે. સ્ટેશન પર નવનિર્મિત ફુટ ઓવર બ્રિજનું લોકાર્પણમાં મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, વડોદરાના ડી.આર.એમ. અમિત કુમાર ગુપ્તા સહિત રેલ્વેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટેશન પાસે પાર્ક વાહનો ખાડામાં ધકેલી દીધા
નવા બ્રીજના લોકાર્પણ માટે સ્ટેશનની સફાઈ કરવા સફાઈકર્મીઓ આગલા દિવસે પોતાના વાહનો લઇને સ્ટેશન આવ્યા હતા. જે દરમિયાન રેલ્વે પાર્કિંગ કર્મીઓ દ્વારા સફાઇકર્મીઓ તથા પેસેન્જરોના પાર્ક કરાયેલ વાહનોને આડેધડ ખસેડાતા અને પાસેના ખાડામાં ઉતારી દેવામાં આવતા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ બાબતે સફાઈકર્મીઓ અને પેસેન્જરો દ્વારા કેન્દ્રિયમંત્રીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...