કપડવંજ શહેરમાં બાઇક હોર્ન વગાડવા બાબતે ઝઘડો થયો હતો. બોલાચાલી ઉગ્ર થતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કપડવંજ શહેરના રોહિતવાસ મીના બજારમાં રહેતા હેતલબેન પરમાર પરિવાર સાથે રહે છે. તા.12 જુલાઈના રોજ પરિવારના સભ્યો હાજર હતા તે સમયે ફળિયામાં રહેતા અશોકભાઇ મકાન આગળ થઈ મોટર સાયકલ હોર્ન વગાડતા હતા.
જેથી હેતલબેન હોર્ન બાબતે ઠપકો આપતા અશોકભાઇ ગાળો બોલવા લાગ્યા હતા જેથી ગાળો બોલવાની ના પાડતા અશોકભાઇ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા જ્યારે તેમના ઉપરાણું લઇ નજીકમાંથી અમિતભાઈ અને અનિલભાઈ દોડી આવી ગાળો બોલી કહતે કે તું ઠાકોરને લઇ જતી રહી હતી કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હેતલબેન ફુલાભાઇ પરમારની ફરિયાદ આધારે કપડવંજ ટાઉન પોલીસે અનિલભાઇ કેશવભાઇ મકવાણા, અમિતભાઇ કેશવભાઇ મકવાણા અને અશોકભાઇ કેશવભાઇ મકવાણા વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.