ખેડા ગામે બાપદાદની મિલ્કત બાબતે કાકા-ભત્રિજા વચ્ચે ઝઘડો થતાં મારમારી ઈજાઓ પહોંચાડતાં મામલો પોલીસ સ્યેશને પહોંચ્યો હતા. ખેડાના પરા દરવાજા રમણભાઈ પરિવાર સાથે રહી નિવૃત જીવન ગાળે છે. તા.10 જૂનના રોજ તેઓ તેમના દિકરા નરેન્દ્ર સાથે બાપદાદાના જૂના મકાન આગળ ઉભા હતા. તે સમયે તેમના મોટાભાઇ ઠાકોરભાઈ, તેમના પત્ની હંસાબેન, ભત્રીજો લાલજીભાઇ તેના પત્ની મધુબેન, તેનો દિકરો નયનભાઇ, નીલેશ આવ્યા હતા અને કહે કે તમારી પાસે બાપદાદાનું મકાન છે તેમાં મને બે ફૂટ જમીન આપી દો, જેથી રમણભાઈએ કહે કે હુ તેમાથી જમીન આપી શકું તેમ નથી.
તેમ કહેતા લાલજીભાઇ ગાળો બોલી ઈંટનો ટુકડો નરેન્દ્રને માથામાં મારી ઇજા પહોંચાડી હતી. તે સમયે નયને અને નિલેશ નરેન્દ્ર સાથે હાથાપાઈ કરી હતી.તેમજ મોટાભાઈ ઠાકોરભાઈને લાલજી અને નિલેશ મારમારવા ફરી વળ્યા હતા.વળી એટલાથી ન અટકતા કહેલ કે ઘરની જમીન અમને આપી દો નહિતર જાનથી મારી નાખીશું.આ બનાવ અંગે રમણભાઇ સોમચંદ રાણાએ ખેડા પોલીસ મથકે લાલજીભાઇ કાન્તીભાઇ રાણા, નયનભાઇ લાલજીભાઇ રાણા, નીલેશ લાલજીભાઇ રાણા અને મધુબેન લાલજીભાઇ રાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ખેડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.