અભિવાદન સમારોહ:નડિયાદના પીપલગમાં પંચમ વડીલ વંદના કાર્યક્રમ યોજાયો, 165થી વધુ વડીલોને સાલ, લાકડી અને સન્માનપત્ર આપાયું

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રી 262 એકડાનું રાહત ફંડ કેળવણી મંડળ અને યુવા મંડળ દ્વારા સમાજના 70 વર્ષથી વધુ વય ધરાવતા વડીલોને સન્માન કરતો પંચમ વડીલ વંદના કાર્યક્રમ નડિયાદના પીપલગ ખાતે યોજાયો હતો. જેમાં 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા જ્ઞાતિના 165થી વધુ વડીલોને સાલ લાકડી અને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓનું જીવન નિરોગી તેમજ સ્વસ્થ રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના વિવિધ સેવાકીય કાર્યો માટે જ્ઞાતિજનો દ્વારા પોતાનું યોગદાન આપ્યું હતું અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા.

સમાજના આગેવાનો હાજર રહ્યા
આ પંચમ વડીલ વંદના સમારોહનુંદીપ પ્રાગટ્ય પ્રફુલાબેન શાહ અને નીલમબેન શાહના હસ્તે કરવામાં આવ્યુ હતું. જ્યારે મંડળના રાહત ફંડના પ્રમુખ અતુલ જે શાહ, કેળવણી મંડળ પ્રમુખ હરિવદન તલાટી તથા યુવા મંડળ પ્રમુખ જયેશભાઈ દ્વારા સંસ્થાની વિવિધ કામગીરી અંગે વિશેષ અહેવાલ આપ્યો હતો. આ પ્રસંગે સૌ જ્ઞાતિજનો સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...