ભાસ્કર વિશેષ:ચરોતરની 5 કોલેજોમાં 4થી 64% સુધી ફી ઘટી

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર ત્રણ વર્ષે ટેક્નિકલ શિક્ષણક્ષેત્રની તમામ કોલેજોની ફી નિર્ધારિત કરાય છે
  • ટેકનિકલ શિક્ષણમાં ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ફી ન વધારવા ભલામણ કરાઈ

કોરોના બાદ સમાજમાં પ્રવર્તતી સ્થિતિને જોતા ટેકનિકલ શિક્ષણમાં ફી વધારો ન કરવા માટે એફ.આર.સી (ફી રેગ્યુલેટરી કમિટી) દ્વારા ટેકનિકલ સંસ્થાઓના સંચાલકોને ભલામણ કરી હતી. 3 વર્ષ સુધી ફી વધારો ન કરવા એફ.આર.સી દ્વારા ભલામણ કરવામાં આવી હતી. જેને સમર્થન કરતા ચરોતરની પાંચ કોલેજો દ્વારા ફીમાં 4થી 64 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.

એફ.આર.સીના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કમિટી દ્વારા દર ત્રણ વર્ષ ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રની તમામ કોલેજોની ફી નિર્ધારિત કરવામાં આવે છે. જેમાં કઇ કોલેજોને કેટલો ફી વધારો આપવો તે અંગેના નિર્ણયો કમિટી દ્વારા કરવામાં આવે છે. કોરોના કાળ પછી ઉભી થયેલ પરિસ્થિતિને જોતા ફી વધારો કરવામાં આવે તો વિદ્યાર્થીઓ, વાલીઓ પર આર્થિક બોજો પડે તેમ હોવાથી ફી કમિટી દ્વારા કોલેજોને ફી વધારો ન કરવા સમજાવટ કરવામાં આવી હતી.

જેમાં એસોસિએશન ઓફ સેલ્ફ ફાયનાન્સ કોલેજોની સભ્ય હોય તેવી 377 સંસ્થાઓએ વર્ષ 2020થી 2023 સુધીના ત્રણ વર્ષના ગાળામાં યથાવત ફી જાળવવાની તૈયારી દર્શાવી હતી. જયારે 171 સંસ્થાઓએ ફી વધારાની દરખાસ્ત માં કોઇ વધારો માંગ્યો ન હતો. જયારે નોંધનીય બાબત એ જોવા મળી હતી કે, 10 સંસ્થાઓએ વર્ષ 2019-20ની પોતાની હયાત ફીમાં ઘટાડો કરવા માટે રજૂઆત કરી હતી. જેમાં ચરોતરની 5 કોલેજોનો સમાવેશ થાય છે. આ રજૂઆતને ફી કમિટી દ્વારા વધાવી લેવામાં આવી હતી. કમિટી દ્વારા નક્કી કરાયેલ ફીમાં ટયુશન, લાયબ્રેરી, કમ્પ્યુટર ફી, કોશનમની, જીમખાના, ઇન્ટરનેટ, એફીલેન, સ્પોર્ટસ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ ફી સહિતનો સમાવેશ થાય છે.

વિવિધ ડીગ્રીની 635 કોલેજોની ફી એફઆરસી કમિટી નક્કી કરે છે
ગુજરાતમાં ફી નિયમન કમિટી દ્વારા ડીગ્રી ઇજનેરીની 19, ડીગ્રી ફાર્મસી 6, ડીગ્રી આર્કીટેકચર 27, ડીગ્રી પ્લાનિંગ 2, ડીગ્રી હોટલ મેનેજમેન્ટ 6, ડીગ્રી કન્સ્ટ્રકશન ટેકનોલોજી 1, ડીગ્રી ઇન્ટીરીયર ડીઝાઇન 1, ડિપ્લોમા ઇજનેરી 10, ઇન્ટીગ્રેટેડ ડીપ્લોમા ડીગ્રી 1, ડીપ્લોમા ફાર્મસી 11, ડીપ્લોમા હોટલ મેનેજમેન્ટ 1, માસ્ટર ઓફ ઇજનેરી 64, માસ્ટર ઓફ ફાર્મસી 66, માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ 99, માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન 54, માસ્ટર ઓફ પ્લાનિંગ 3, માસ્ટર ઓફ આર્કીટેકચર 5 મળીને 635 કોલેજોની ફી કમિટી દ્વારા નકકી કરવામાં આવે છે.

કોલેજકોર્સહાલની ફીઘટાડો
જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ, આણંદમાસ્ટર ઓફ પ્લાનિંગ700004 ટકા
શાંતાબેન પટેલ કોલેજ, વિધાનગરઆર્કિટેક્ચર13200032 ટકા
એ.ડી.પટેલ, કરમસદએમ.ઈ14000024 ટકા
ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી, નડિયાદએમ.ઈ14000064 ટકા
જી.એચ.પટેલ ઇન્સ્ટિટ્યૂટ, વિદ્યાનગરએમ.ઈ13400011 ટકા
અન્ય સમાચારો પણ છે...