કચરાની સમસ્યા:નડિયાદમા વોર્ડ નંબર 6મા શાળા નંબર 23ની સામે ઠલવાયેલો ઘન કચરાનો નિકાલ ન થતાં રોગચાળાની ભીતિ

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘન કચરો અને ગંદકીનો કાયમી નીકાલ કરવા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી પણ પરીણામ શુન્ય

ખેડા જિલ્લાના નડિયાદમા કચરાના નિકાલની વ્યવસ્થા સામે આંગળી ચીંધાઈ છે. વોર્ડ નંબર 6મા શાળા નંબર 23ની બરાબર સામે ઠલવાયેલો ઘન કચરાનો છેલ્લાં કેટલાક દિવસો સુધી નિકાલ ન થતાં રોગચાળાની ભીતી સેવાઈ છે. તંત્રને આ મામલે રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ નક્કર કામગીરી નહી કરતાં મામલો પેચીદો બન્યો છે.

સ્કુલના મુખ્ય ગેટની સામેજ વેસ્ટ ઘન કચરો ઠાલવવામા આવે છે
નડિયાદ નગર પાલીકા વોડ઼ નં.6ના વિસ્તારમા નગરપાલિકાના હસ્તકની શાળા નં. 23 તથા મરીડા ભાગોળ આગંણવાડી આવેલ છે. સ્કુલના મુખ્ય ગેટની સામેજ વેસ્ટ ઘન કચરો ઠાલવતા ભારે ચકચાર જાગી છે. આ ઉપરાંત સ્થાનિકોએ એવા આક્ષેપ કર્યા છે કે નગરપાલીકાના સફાઈ કર્મચારી ત્યાજ કચરો લાવીને ઠાલવી દે છે. જેથી સ્થાનિકોએ આ મામલે અહીયાથી કચરાનો નિકાલ કરવા પાલીકામા અવારનવાર લેખિતમાં રજૂઆતો પણ કરી છે.

અગાઉ એક બાળકને ગાયે ઈજા પણ પહોચાડી હતી
આ રજૂઆતમા જણાવાયું છે કે સ્કુલની આજુ બાજુ અસ્હ્ય ગંદગી, કાદવ,કીચડ થઈ ગયેલ છે અને મચ્છર,જીવાતોનો ઉપદ્રવ ખુબજ વધી ગયેલ છે,ગાયો તથા કુતરા કાયમ ત્યાજ ભેગા થાય છે. એક બાળકને ગાયે શિગંડુમારીને ઈજા પણ પહોચાડેલ છે,અવાર નવાર રજુઆત કરવા છતા કોઈજ નિરાકરણ થતુ નથી, નાના બાળકોના આરોગ્યની તથા બાળકોની જીદંગીની કોઈને પણ પરવાહ નથી,સ્કુલ હોવા છતા કચરો ઠાલવવા જગ્યા ફાળવી દીધેલ છે. બાળકોના આરોગ્યની સાથે સરકારી અધીકારીઓએ ખતરો ઉભો કરી દીધેલ છે. વહેલામાં વહેલી તકે આ સમસ્યાનુ નીરાકરણ લાવવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...