પરિવારજનો દ્વારા ધમકી:કપડવંજના આંતરસુબાની લવમેરેજ કરનાર યુવતીને પિતા અને ભાઈઓ દ્વારા ધમકી અપાતા ચકચાર

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રી એ પિતા અને ભાઈઓ સામે કપડવંજ ગ્રામ્ય પોલીસમા ફરિયાદ નોંધાવી

ખેડા જિલ્લાના કપડવંજના પંથકના આંતરસુબા ગામની યુવતીએ લવ મેરેજ કરતા માવતર નારાજ થયા હતા. જેથી યુવતીની સાસરીમા જઈ પિતા ,ભાઈ અને પિતરાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના બનાવની ફરિયાદ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ છે.

કપડવંજ તાલુકાના આંતરસુબા ગામના વડોદરા વાસમાં રહેતા જયેશ ડાહ્યાભાઈ કુચારાની નર્સિંગનો અભ્યાસ કરેલ 22 વર્ષીય દીકરી લતાબેને પરિવારની મરજી વિરુદ્ધ કપડવંજના લાલપુર ગામે રહેતા જયદિપ ગીરીશકુમાર પરમાર સાથે ચાર માસ અગાઉ લવ મેરેજ કરી લીધા હતા. આ વાતથી માવતર નારાજ હતા જેથી લતાબેનના પિતા જયેશ , ભાઈ ભાવિન તેમજ મોટા બાપુનો દીકરો એવો પિતરાઈ જીગ્નેશ કૂચારા અને પરિવાર દ્વારા તેણીને અવાર નવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી‌.

ગઈકાલે જયેશ તેમજ પુત્ર ભાવિન તેમજ મોટા ભાઈનો દીકરો જીગ્નેશ લતાબેનની સાસરી લાલપુર ગામે ઘસી ગયા હતા અને ત્રણેય એ લતાબેનના પતિ જયદીપ તેણીના સાસુ સસરા અને નણંદો સાથે ઝઘડો કરી ગાળો બોલી હતી આજુ બાજુના પાડોશીઓ દોડી આવ્યા હતા. જેથી આ લોકોએ જયદીપને ગામની બહાર ભેગા થાવ તેમ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. કપડવંજ ગ્રામ્ય પોલીસે લતાબેન પરમારની ફરિયાદના આધારે પિતા જયેશ, ભાઈ ભાવિન અને પિતરાઇભાઈ જીગ્નેશ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...